• Gujarati News
  • Lifestyle
  • After The Birth Of 2 Children Suddenly The Father Changed Gender And Became A Mother, All Were Stunned To See

કેનેડા:2 બાળકના જન્મ બાદ અચાનક પિતાએ જેન્ડર બદલી નાખ્યું અને માતા બની ગયો, જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા

4 મહિનો પહેલા
36 વર્ષીય ટી-લિન વૈન ડાયકે બે બાળકોના જન્મ બાદ પોતાનું જેન્ડર બદલી નાખ્યું. સર્જરી બાદ જ્યારે તે મહિલાના કપડાં પહેરીને પોતાના બાળકોની સામે આવ્યો તો માસૂમ બાળકીઓને મોટો ઝટકો લાગ્યો. હવે તે પોતાને પતિ નહીં પણ પત્ની માને છે.
  • 36 વર્ષીય ટી-લિન વૈન ડાયકે બે બાળકોના જન્મ બાદ પોતાનું જેન્ડર બદલી નાખ્યું, સર્જરી બાદ તે મહિલાના કપડા પહેરવા લાગ્યો
  • જેન્ડર બદલ્યા બાદ ટી લિને દીકરીઓને કહ્યું કે, હવે તે તેમની મમ્મી છે અને ગ્રેબિએલા તેમની મમ્મા
  • ટી લિને જણાવ્યું કે, તેની પતિએ તેને સપોર્ટ કર્યો અને તે પોતાની જાતને પતિ નહીં પણ પત્ની માને છે

કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ 7 જન્મો સુધી હોય છે. પરંતુ આજે અમે તમને એવા સંબંધોની હેરફેર વિશે જણાવીશું જેને વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અહીં બે બાળકોના જન્મ બાદ અચાનક તેના પિતા તેમની મમ્મી બની ગયો. આ હીકકત છે. જાણો સંપૂર્ણ ઘટના.

બે છોકરીઓનો પિતા છે ટી-લિન
આ સંપૂર્ણ મામલો કેનેડાનો છે. જ્યાં રહેતા 36 વર્ષીય ટી-લિન વૈન ડાયકે બે બાળકોના જન્મ બાદ પોતાનું જેન્ડર બદલી નાખ્યું. સર્જરી બાદ જ્યારે તે મહિલાના કપડાં પહેરીને પોતાના બાળકોની સામે આવ્યો તો માસૂમ બાળકીઓને મોટો ઝટકો લાગ્યો.

મોટી દીકરી 'પિતા'ની શોધમાં
તેની પત્ની ગેબ્રિઅલા વેન ડાયક જણાવે છે કે, 3 દિવસ માટે બાળકીઓ આ વાતને સ્વીકારી નહોતી શકી કે તેમના જીવનમાં મોટો ફેરફાર થઈ ગયો છે. જો કે, તેની 6 વર્ષની દીકરી ઘરે બીજી મમ્મીને લઈને ઉત્સાહિત હતી, પરંતુ મોટી દીકરી કદાચ તેના પપ્પાને શોધી રહી હતી.

3 દિવસ સુધી પેનિક અટેક આવ્યો
ડેલી મેઈલના રિપોર્ટ અનુસાર, ગ્રેબિએલા જણાવે છે કે, તેણીને પોતાના પતિના જેન્ડર બદલ્યા પછી પણ કોઈ ખાસ ફેરફાર નથી દેખાતો. મને તેના નિર્ણયથી કોઈ વાંધો નથી. પરંતુ દીકરીઓ નાની હોવાને કારણે તે સમજી શકતી નથી, એટલા માટે તેમને 3 દિવસ સુધી પેનિક અટેક આવ્યો.

2 સપ્તાહ પછી દીકરીઓ ટ્રોમામાંથી બહાર આવી
જો કે, ટી-લિનની નાની દીકરીએ આ વાતને જલ્દી સમજી ગઈ અને તે બીજાને પણ આ વાતને લઈને કહેતી હતી કે પપ્પા હવે મમ્મી બની ગયા છે. પરંતુ તેની મોટી દીકરીને આ વાત સમજવામાં 2 સપ્તાહનો સમય લાગ્યો. 7 વર્ષની આર્યાને આ આઘાતમાંથી બહાર આવવામાં ઘણા દિવસો લાગ્યા હતા.

પપ્પા બન્યા 'મમ્મી' અને મમ્મી બની 'મમ્મા'
ગ્રેબિએલા સ્પષ્ટ રીતે જણાવે છે કે, તેના પતિનું બાહ્ય રૂપ ભલે બદલાઈ ગયું હો, પરંતુ તે પહેલા જેવો જ અત્યારે પણ છે. આવી સ્થિતિમાં તેના ડ્રેસ અથવા વ્યવહારથી તેને કોઈ ફરક નથી પડતો. તે આજે પણ એકસાથે છે. જેન્ડર બદલ્યા બાદ ટી લિને દીકરીઓને કહ્યું કે, હવે તે તેમની મમ્મી છે અને ગ્રેબિએલા તેમની મમ્મા.

પત્નીએ સાથે આપ્યો

ગેબ્રિએલા જણાવે છે કે, જ્યારે તેને પહેલી વખત ખબર પડી તો તે પોતાના પતિની સાથે થેરેપિસ્ટની પાસે ગઈ. ટી લિનને લાગી રહ્યું હતું આ બધું જાણ્યા પછી તેની પત્ની તેને છોડી દેશે અને તેમના છૂટાછેડા થઈ જશે. જો કે, આવું કંઈ થયું નહીં અને તેની પત્નીએ તેની લાગણી સમજી અને તેને સાથ આપ્યો. હવે તેનો પતિ તેના જ કપડા પહેરીને તૈયાર થાય છે. અને તેની જેમ જ વર્તે છે. હવે તે પોતાની જાતને પતિ નહીં પત્ની માને છે.