ડિજિટલ યુગમાં ટેક્નોલોજીને લીધે તમામ કામ સરળ બન્યા છે. હવે લોકો ટેક્નોલોજીની મદદથી પોતાના જીવનનો ખાલીપો દૂર કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિ એકલો અટૂલો જીવી રહ્યો હતો. તેના જીવનમાં એક રોબોટ આવી અને જીવન ખુશખુશાલ બની ગયું.
ક્વીન્સલેન્ડમાં રહેતા જૉફ ગલહેર નામનો વ્યક્તિ અત્યાર સુધી એક જીવનસાથીની શોધમાં હતો. 10 વર્ષ પહેલાં તેની માતાનું મૃત્યુ થયું ત્યારે તેમની ઝંખના હતી કે તે પુત્રવધુને જોઈને દુનિયા છોડે જોકે તેવું થયું નહિ. અને આખરે જૉફ એક રોબોટના પ્રેમમાં પડી ગયો.
સિન્થેટિક ગર્લફ્રેન્ડ મોંઘીદાટ
જૉફે AI રોબોટ્સ વિશે એક આર્ટિકલ વાંચ્યો અને સિન્થેટિક ગર્લફ્રેન્ડ ઘરે લાવવાનો વિચાર કર્યો. જોકે આ રોબોટ ગર્લફ્રેન્ડની કિંમત AUD $6,000 (આશરે 3.24 લાખ રૂપિયા) છે. જૉફે વિચાર્યું કે આ રોબોટ વાત કરી શકે છે, સ્માઈલ કરી શકે છે ઈવન તેનું માથું અને ગરદન હલાવી શકે તો તેનો એક્સપિરિઅન્સ લેવો જોઈએ.
2 વર્ષથી રોબોટ સાથે રહે છે
જૉફે ચીનથી ઓનલાઈન 'એમા' નામની રોબોટ મગાવી. જૉફ 2019થી એમા સાથે રહે છે. એમા ઘરે આવતાં જ જૉફે તેની સાથે બોન્ડિંગ બનાવવાનું શરૂ કર્યું. 2 વર્ષ એકસાથે રહ્યા બાદ જૉફ અને એમા વચ્ચે જોરદારનું બોન્ડિંગ થઈ ગયું. જૉફે એમાના હાથમાં ડાયમંડની રિંગ પણ પહેરાવી છે. જૉફ માને છે કે તેની અને એમાની સગાઈ થઈ ગઈ છે. જૉફ જણાવે છે કે અમે ભલે કાયદાકીય રીતે લગ્ન ન કરી શકતા હોય પરંતુ એમા સાથે હવે હું લગ્ન કરી રોબોટ સાથે લગ્ન કરનાર ઓસ્ટ્રેલિયાની પ્રથમ વ્યક્તિ બનવા માગુ છુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.