એવું કહેવાય છે કે, જ્યારે કોઈ દેશનો નાગરિક ક્યાંક જાય છે ત્યારે તેઓ પોતાની સંસ્કૃતિ અને પોતાની ઓળખ પણ ત્યાં લઈ જાય છે. પાકિસ્તાનીઓનાં કિસ્સામાં પણ આવું જ છે. તેઓ ઓનર કિલિંગનાં વિચાર સાથે ઇટાલી પહોંચ્યા હતા. ઈટલીમાં એક પાકિસ્તાની પરિવારે પોતાની 18 વર્ષની દીકરીની હત્યા કરી નાખી કારણ એ હતું કે, ભણેલી-ગણેલી યુવતી પરિવારની સંમતિથી પાકિસ્તાન આવીને અરેન્જ મેરેજ કરવા માગતી ન હતી. પરિવારના સભ્યોએ લગ્ન માટે દબાણ કર્યું હતું, ના પાડતા તેની હત્યા કરી હતી અને લાશને ગાયબ કરી દીધી હતી.
એક વર્ષ બાદ યુવતીનું કંકાલ ઇટાલીમાં મળી આવ્યું હતું, જે બાદ સમગ્ર યુરોપમાં પાકિસ્તાની પરિવારની હત્યા અને ક્રૂરતાની ચર્ચા થઇ રહી છે. આ ઘટના પર ઈટાલીના પીએમે પણ નિવેદન આપ્યું છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘માસૂમ બાળકને ન્યાય આપવામાં આવશે.’
પાકિસ્તાન લઈ આવીને લગ્ન કરાવવા ઈચ્છતો હતો પરિવાર
18 વર્ષની સમન અબ્બાસ પોતાના પરિવાર સાથે ઈટલીનાં નોવેલેરા શહેરમાં રહેતી હતી. દેશ બદલ્યો છતાં પણ તેઓની માનસિકતા તો જડ અને રુઢીચુસ્ત હતી. તે ઈચ્છતા ન હતા કે, તેની પુત્રી યૂરોપમાં કોઈ સાથે પરણે. તે તેના પર પાકિસ્તાનમાં લગ્ન કરવા માટેનું દબાણ કરી રહ્યા હતા. પુત્રીએ આ નિર્ણયનો સ્વીકાર ન કરતાં પરિવારે મળીને સમનની હત્યા કરી નાખી હતી.
બોયફ્રેન્ડ વિશે ખબર પડતાં પરિવાર ગુસ્સે થયો
સમનની હત્યા વિશે અનેક પ્રકારની વાર્તાઓ સામે આવી રહી છે. યૂરોપીય મીડિયામાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, સમનનાં પરિવારને તેના બોયફ્રેન્ડ વિશે ખબર પડી ગઈ હતી. જેના કારણે તેઓએ સમનની હત્યા કરી નાખી હતી.
પિતાની પાકિસ્તાનથી તો કાકાની ફ્રાંસથી ધરપકડ થઈ
એપ્રિલ-2021માં સમન એકાએક ગાયબ થઈ ગઈ. તેનાં પરિવારે સ્ટેટમેન્ટ આપ્યું કે, તે તેના બોયફ્રેન્ડ પાસે ચાલી ગઈ છે. જો કે, પોલીસને તેઓનાં સ્ટેટમેન્ટ પર શંકા ગઈ. આ તપાસ વચ્ચે જ આખો પરિવાર ઈટલી છોડીને ફરાર થઈ ગયો. સમનનાં પિતાને પાકિસ્તાનમાંથી તો કાકાની ફ્રાન્સમાં ધરપકડ કરવામાં આવી. તેની માતા હજુ પણ ગાયબ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, તેની માતા પણ પાકિસ્તાનમાં ક્યાંક છુપાયેલી છે.
પાકિસ્તાનમાં ઓનર કિલિંગનાં કારણે દર વર્ષે 1000 જીવો ચાલ્યા જાય છે
પાકિસ્તાન વિશ્વભરમાં ઓનર કિલિંગ માટે કુખ્યાત છે. અમુક વર્ષ પહેલાં અહીં કંદિલ બલોચનો ચર્ચિત કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક મોડેલનાં ભાઈએ સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ-વીડિયો શેર કર્યા, તેનાથી નારાજ થઈને તેણીએ તેની હત્યા કરી નાખી હતી. પાકિસ્તાની હ્યુમન રાઈટ્સ કમિશનની રિપોર્ટ મુજબ આખા દેશમાં ઓનર કિલિંગનાં 474 કેસ સામે આવ્યા. જો કે, સરકારી આંકડાની બહારનાં આંકડાની વાત કરીએ તો અહીં દર વર્ષે લગભગ 1000 લોકો ઓનર કિલિંગનાં શિકાર બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.