તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • After Leaving The Job, Pedro Started Baking And Pizza Making, His Small Business Was Set Up With The Help Of Wife And Daughter.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્સ્પિરેશન:ચિલીના રહેવાસીની નોકરી છૂટ્યા બાદ તેણે બેકિંગ અને પિત્ઝા મેકિંગનું કામ શરુ કર્યું, પત્ની અને દીકરીની મદદથી નાનકડા બિઝનેસની શરુઆત થઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના ટાઈમમાં ઘણા લોકોની નોકરી જતી રહી પણ તેઓ હિંમત હારવાને બદલે નવા કામની શરુઆત કરીને અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહ્યા છે. સાઉથ અમેરિકામાં આવેલા ચિલી દેશમાં રહેતા પેડ્રો કેમ્પોઝ પણ અનેક લોકો માટે પ્રેરણાસમાન છે. પેડ્રો એક રેસ્ટોરાંમાં કામ કરતો હતો પરંતુ કોરોના મહામારીને લીધે તે બંધ થઈ ગયું. નોકરી જતી રહ્યા પછી પેડ્રોએ ઘરમાં જ બેકિંગ અને પિત્ઝા મેકિંગનું કામ શરુ કર્યું. તે ઘરની આજુબાજુ રહેતા લોકોને બ્રેડ બનાવીને વેચવા લાગ્યો. તેની પત્નીએ પણ તેનો સાથે આપ્યો અને તેણે કેક બનાવવાનું શરુ કર્યું. પેડ્રોની દીકરી એમેલિયા પણ મમ્મી-પપ્પાને મદદ કરે છે.

દેશમાં પેડ્રો જેવા અન્ય ઘણા પુરુષો છે જેમણે બીજું કામ શોધ્યું છે. આશરે 10 લાખ રહેવાસીઓની કોરોનાટાઈમમાં નોકરી છૂટ્યા બાદ તેઓ અન્ય કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં બિઝનેસ કરીને લોકોને નવા ઉદાહરણ રજૂ કર્યા.

નોકરી ના હોવાને લીધે પેડ્રો જેવા ઘણા લોકો માસ્ક વેચી રહ્યા છે કે કોઈ કન્સ્ટ્રકશન કામમાં જોડાયું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો