તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • After Building The Bullet Train, China Built A 'sky Train' Hanging In The Air, Completed The Track In 17 Months

આકાશમાં ટ્રેનથી મુસાફરી કરી શકાશે:બુલેટ ટ્રેન બનાવ્યા બાદ ચીને હવામાં લટકતી ‘સ્કાઈ ટ્રેન’ તૈયાર કરી, 17 મહિનામાં ટ્રેક તૈયાર કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
બુલેટ ટ્રેન બનાવ્યા બાદ ઓટોનોમસ સ્કાઈ ટ્રેન તૈયાર કરી. આ ટ્રેન જમીન પર નહી પરંતુ હવામાં રેલ લાઈન્સ સાથે લટકતી આગળ વધશે. - Divya Bhaskar
બુલેટ ટ્રેન બનાવ્યા બાદ ઓટોનોમસ સ્કાઈ ટ્રેન તૈયાર કરી. આ ટ્રેન જમીન પર નહી પરંતુ હવામાં રેલ લાઈન્સ સાથે લટકતી આગળ વધશે.
  • ચીને ઓટોનોમસ સ્કાઈ ટ્રેન બનાવીને એક અન્ય રેકોર્ડ બનાવ્યો છે
  • આ ટ્રેન 80 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડશે

ચીને 200 કિમી પ્રતિ કલાકની સ્પિડથી દોડતી બુલેટ ટ્રેન બનાવ્યા બાદ ઓટોનોમસ સ્કાઈ ટ્રેન તૈયાર કરી છે. ખાસ વાત એ છે કે, આ ટ્રેનના કોચ ટ્રાન્સપરન્ટ છે. એટલે કે આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પેસેન્જર આખા શહેરને જોઈ શકે છે. આ ટ્રેનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

સ્કાઈ ટ્રેન Dayi-Air-railનો ભાગ છે, જે એકદમ નવી ટેક્નોલોજી ધ સસ્પેન્શન રેલવે પર આધારિત છે, એટલે કે આ ટ્રેન જમીન પર નહી પરંતુ હવામાં રેલ લાઈન્સ સાથે લટકતી આગળ વધશે. વેબસાઈટ CGTNના અનુસાર, 26 જૂનના રોજ દક્ષિણ-પશ્ચિમ ચીનના ચેંગદૂમાં બેટરથી ચાલતી સ્કાઈ ટ્રેન દોડાવામાં આવી હતી.

અન્ય ટ્રેન કરતાં અલગ છે
ગ્લોબલ ન્યૂઝના અનુસાર, તે મેટ્રો અથવા સામાન્ય ટ્રેન કરતા અલગ છે. CGTN દ્વારા શેર કરવામાં આવેલા સ્કાઈ ટ્રેનના વીડિયોને યુટ્યુબ પર લગભગ 1 લાખ 40 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને જોયા બાદ લોકો સ્કાઈ ટ્રેનની પ્રશંસા કરી રહ્યા છે.

કોચની બારીઓ અને ફ્લોર કાચના છે
સ્કાઈ ટ્રેનની ખાસિયત પણ છે કે તેના કોચની બારીઓ અને ફ્લોર કાચના છે, જેથી મુસાફરો 270 ડિગ્રી સુધી ટ્રેનની બહારના દૃશ્યની મજા માણી શકે છે. તેમજ સ્પીડની વાત કરીએ તો સ્કાઈ ટ્રેન 80 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડશે. આ ટ્રેન એકવારમાં 200થી વધુ લોકોને લઈ જવા સક્ષમ રહેશે.

ટ્રેનનું વજન વજન 2.5 ટન છે
આ સ્કાઈ ટ્રેન બનાવતી ઝોંગટાંગ એર રેલવે ડેપ્યુટી જનરલ ડાયરેક્ટર ઝોંગ મિનના જણાવ્યા પ્રમાણે, ન્યૂ જનરેશનની આ ટ્રેનનું વજન 2.5 ટન છે, જે પરંપરાગત ટ્રેનો કરતા અડધો ટન ઓછું છે.

17 મહિનામાં ટ્રેક તૈયાર થયો
ટેસ્ટ ડ્રાઈવ પહેલા તેને લગભગ 11.3 કિલોમીટર સુધીની રેલવે લાઈન પર દોડાવામાં આવી હતી. આ ટ્રેકને 17 મહિનાની અંદર બનાવવામાં આવ્યો છે.