ડેડિકેટેડ વરરાજો:ઇન્ડોનેશિયામાં મેરેજ પહેલાં અકસ્માતમાં ઘવાયેલા દુલ્હાએ વેડિંગ ડ્રેસને બદલે શોર્ટ્સ પહેરીને મેરેજ કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુલ્હાનો અકસ્માત લગ્નનાં 4 દિવસ પહેલાં થયો હતો
  • સોશિયલ મીડિયા યુઝરે કહ્યું, ‘આવી હાલતમાં પણ લગ્ન કરનારા વરરાજા વખાણલાયક છે’

વેડિંગ ડે દરેક કપલ્સ માટે ખાસ હોય છે. આ દિવસ આખી જિંદગી યાદ રહે તે માટે તેઓ કંઈકને કંઇક યુનિક કરતા રહે છે. હાલ ઇન્ટરનેટ પર એક દુલ્હા-દુલ્હનનો ફોટો વાઈરલ થઇ રહ્યો છે. તેમાં દુલ્હન તો વ્યવસ્થિત તૈયાર થઇ છે પણ વરરાજા શરીર પર પાટાપિંડી સાથે શોર્ટ્સ પહેરીને બેઠેલો જણાય છે. મેરેજ પહેલાં વરરાજાનો અકસ્માત થયો હોવાથી તે આવ કપડાં પહેરીને લગ્ન કરવા બેઠો હતો.

હાથ પર ફ્રેકચરનો પાટો હતો
આ ફોટોઝ ઇન્ડોનેશિયાના ઈસ્ટ જાવાના છે. દુલ્હન પરંપરાગત જેપનિઝ ડ્રેસ પહેરીને બેઠી છે. મેરેજમાં આવેલા મેહમાનો પણ દુલ્હાને આ રીતે જોઇને આશ્ચર્યચકિ ત થઇ ગયા હતા. વરરાજાએ શોર્ટ્સ પહેર્યું હતું અને ઉપર શરીર ઉઘાડું હતું. હાથ પર પાટો લઈને દુલ્હન સાથે પરણવા બેઠો હતો.

અકસ્માતમાં બાઈક પરથી પડી ગયો હતો
દુલ્હન એલિન્ડા દ્વિ ક્રિસ્ટીનીએ કહ્યું, મારી પતિ એટલે કે સુપ્રપતો આખો વેડિંગ ડ્રેસ ફેરી શકે તેમ નહોતો. હાલ જ તેની ખભાની સર્જરી થઇ છે. મેરેજના ચાર દિવસ પહેલાં અકસ્માત થતા તે બાઈક પરથી પડી ગયો હતો.

સોશિયલ મીડિયા પર આ ફોટો જોતા એક યુઝરે કહ્યું, આમાં કંઈ ખોટું નથી. તો બીજા યુઝરે કહ્યું, વેડિંગ માટે આવો ડ્રેસ પહેરીવાર જોયો. અન્ય યુઝરે કહ્યું, આ ડેડિકેટેડ દુલ્હાનાં વખાણ કરીએ એટલા ઓછા છે. તેણે આવી હાલતમાં પણ લગ્ન કર્યા.

અન્ય સમાચારો પણ છે...