• Gujarati News
  • Lifestyle
  • After 20 Years Of Mother son Reunion Through Social Media, The Two Met Through A Message On Facebook

અમેરિકા:સો.મીડિયા થકી 20 વર્ષ પછી માતા-દિકરાનું મિલન, ફેસબુક પર એક મેસેજથી બંને મળ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં એક માતાએ પોતાના દીકરાને 20 વર્ષ પછી શોધી કાઢ્યો છે, તે પણ સોશિયલ મીડિયાની મદદથી અને હવે આ કહાની વાઈરલ થઈ રહી છે. માતા-દીકરાની આ ઈમોશનલ કહાનીને દીકરાએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે.

યુટાહ રાજ્યમાં રહેતા બેન્જામિન હુલેબર્ગે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, કેવી રીતે તે એક ફેસબુક મેસેજ દ્વારા બે દાયકા પછી પોતાની અસલી માતાને મળ્યો. જ્યારે તે મળ્યો તો ખબર પડી કે સોલ્ટ લેક સિટીમાં એચસીએ હેલ્થકેરના સેન્ટ માર્ક હોસ્પિટલમાં બંનેએ બે વર્ષ સાથે કામ કર્યું છે.

15 વર્ષની ઉંમરમાં દીકરાને જન્મ આપ્યો હતો
હોલી શિયર્ર 15 વર્ષની હતી, જ્યારે તેણે બેન્જામિનને જન્મ આપ્યો. જ્યારે તેની પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો હતો, ત્યારે તેણે એડોપ્શન માટે શોધવાનું શરૂ કર્યું હતું. શિયર્રને લાગતું હતું તે પોતાના બાળકને એક સારી લાઈફ નહીં આપી શકે. એન્જેલા અને બ્રાયન હુલબર્ગે વર્ષ 2001માં બેન્જામિનના જન્મના દિવસે જ તેને દત્તક લઈ લીધો હતો. એન્જેલા અને બ્રાયન બંનેએ બેન્જામિનને શરૂઆતથી જ એડોપ્શનની વાત જણાવી દીધી હતી. અત્યારે બેન્જામિન એક મિડલ સ્કૂલ ટીચર છે.

એન્જેલા અને બ્રાયન હુલબર્ગે વર્ષ 2001માં બેન્જામિનના જન્મના દિવસે જ તેને દત્તક લઈ લીધો હતો.
એન્જેલા અને બ્રાયન હુલબર્ગે વર્ષ 2001માં બેન્જામિનના જન્મના દિવસે જ તેને દત્તક લઈ લીધો હતો.

દીકરાને માતા ઓનલાઈન શોધી રહી હતી
બેન્જામિનની માતા શિયર્ર તે વાત ક્યારેય ભૂલી ન હતી કે તેણે 20 વર્ષ પહેલા પોતાના બાળકને એડોપ્શન માટે આપ્યું હતું. આ 20 વર્ષોમાં તે એડોપ્શન એજન્સી દ્વારા દીકરા વિશે માહિતી મેળવી રહી હતી. તે જણાવે છે કે- તે હંમેશાં મારા દિલમાં હતો. હું દરેક સમયે તેના વિશે વિચારતી હતી. આખરે મને તેનું સોશિયલ મીડિયા હેન્ડલ મળી ગયું. તે સમયે તે 18 વર્ષનો હતો અને હું તેની સાથે વાત કરવામાં સંકોચ અનુભવતી હતી. તેના જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. હું તેના જીવનમાં દખલ કરવા નહોતી માગતી એટલા માટે હું તેને દૂરથી જ જોઈ રહી હતી.

માતાને શોધવા માટે DNA ટેસ્ટ
બેન્જામિન પોતાની અસલી માતાને શોધી રહ્યો હતો. તેને ઘણી વખત પોતાના માતા-પિતાને આ વિશે વાત પણ કરી હતી. તેને પોતાની માતાને શોધવા માટે DNA ટેસ્ટ કરાવ્યો. 2021 નવેમ્બરમાં ફેસબુક પર આવેલા એક મેસેજે તેની બધી સમસ્યાઓ દૂર કરી દીધી. બેન્જામિન જણાવે છે કે- મને આજે પણ સારી રીતે યાદ છે કે જ્યારે તે મેસેજ મને મળ્યો હતો ત્યારે હું કામ પર હતો. તે સમયે હું એક મશીન ઓપરેટર હતો અને હું મશીન નંબર 15 પર કામ કરી રહ્યો હતો. ત્યારે મને તેમનો મેસેજ જોયો અને મેં જવાબ આપ્યો. તે એક મેસેજે મારી અંદરની બધી લાગણીઓને હચમચાવી દીધી અને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

અન્ય સમાચારો પણ છે...