• Gujarati News
  • Lifestyle
  • After 14 Years In The Army, She Became A Sex Worker, Choosing To Pursue A Career In Food.

પેટ કરાવે વેઠ:14 વર્ષ સેનાની નોકરી કર્યા પછી મહિલા સેક્સ વર્કર બની ગઈ, ખાવાના પૈસાના ફાંફા હોવાથી આ પ્રોફેશન પસંદ કર્યું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું કોઈ અનુમાન લગાવી શકે છે કે એક મહિલા સેનામાં સાર્જન્ટની જેવી શાનદાર પોસ્ટ છોડીને સેક્સ વર્કર જેવું કામ કરવા માટે પણ તૈયાર થઈ શકે છે, પરંતુ ખરેખર આવું થયું છે. 35 વર્ષની ગ્રેસ પાર્કર જેણે ઈરાક અને અફઘાનિસ્તાનમાં સાર્જન્ટ તરીકે સેવા આપ્યા પછી વર્ષ 2019માં PTSD અને તણાવના કારણે સેનાની નોકરી છોડી દીધી.

ગ્રેસ પાર્કરે આર્મી ઓફિસર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે લાંબો સમય ટક્યા નહીં. બંનેના છૂટાછેડા થઈ ગયા.
ગ્રેસ પાર્કરે આર્મી ઓફિસર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે લાંબો સમય ટક્યા નહીં. બંનેના છૂટાછેડા થઈ ગયા.

કોઈ મહિલા સાર્જન્ટને યુદ્ધની ભયાનકતાથી એટલો બધો આઘાત લાગી શકે છે કે તે સેવા છોડીને સેક્સ વર્કર બનવાનો નિર્ણય પણ લઈ શકે છે. તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી.

14 વર્ષ સેનામાં પસાર કર્યા
19 વર્ષની ઉંમરમાં સેનામાં સામેલ થનારી ગ્રેસ પાર્કર ઈરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધની ભયાનકતા જોઈને માનસિક રીતે એટલી ભાંગી ગઈ હતી કે તેણે નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો.

ગ્રેસ પાર્કરની સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે તેને સેક્સ વર્કર તરીકે કામ કરવું પડ્યું.
ગ્રેસ પાર્કરની સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે તેને સેક્સ વર્કર તરીકે કામ કરવું પડ્યું.

પાર્કર જણાવે છે કે, 'હું કોઈને દોષ આપવા નથી માગતી. નોકરી છોડવાનો નિર્ણય મારો પોતાનો હતો અને સેક્સ વર્કિંગનું કામ પસંદ કરવું પણ મારો નિર્ણય હતો. સેનામાં મને મહેસૂસ થયું કે હું માત્ર એક સંખ્યા હતી. હવે બધું બરાબર છે, હવે હું ભૂલી ગઈ છું. રોયલ એન્જીનિયર્સમાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી હતી, પરંતુ મેં અહીં ઘણી ઉપલબ્ધી પ્રાપ્ત કરી, પરંતુ મને તેનો કોઈ દિવસ અહેસાસ ન થયો.

14 વર્ષ સુધી ગ્રેસ બ્રિટિશ સેનામાં રહી. ઈરાકમાં 'ઓપરેશન શદર' દરમિયાન ગ્રેસના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

ઈરાકમાં 'ઓપરેશન શદર' દરમિયાન ગ્રેસના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.
ઈરાકમાં 'ઓપરેશન શદર' દરમિયાન ગ્રેસના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

11,460 રૂપિયા કલાકના હિસાબથી સેક્સ વર્કર બની
ગ્રેસ માનસિક તણાવમાં એટલી વધારે આવી ગઈ કે લાંબા સમય સુધી સારવાર કરાવવા પર પણ તે હજી સુધી પોતાને માનસિક રીતે સ્થિર નથી માનતી. ગ્રેસીએ પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે હોટેલમાં નોકરી કરી, પરંતુ વધારે દિવસ સુધી ટકી ન શકી. સેનાના આધિકારી સાથે લગ્ન થયા પરંતુ તે પણ ટકી શક્યા નહીં, છૂટાછેડા થઈ ગયા. હવે એવી પરિસ્થિતિ છે કે સેક્સ વર્કને આવકનો સ્રોત બનાવી લીધો છે. ગ્રેસ દર કલાક માટે £120 એટલે 11,460 રૂપિયા ચાર્જ કરે છે.

ગ્રેસી જણાવે છે કે, 'હું સતત મારી જાત સાથે લડી રહી છું. મને સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું?'

અન્ય સમાચારો પણ છે...