છૂટાછેડા બાદ દત્તક લીધેલા બાળકનું શું થાય છે?:પૈસા અને મિલકત પર હોય છે દત્તક બાળકનો અધિકાર, પરંતુ મેન્ટલ ટોર્ચરથી બની શકે છે ક્રિમિનલ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે લોકો પણ દીકરી-દીકરાને એકસમાન ગણી રહ્યા છે. તો જ્યારે બાળક દત્તક લેવાંની વાત આવે ત્યારે દીકરીઓને વધુ દત્તક લેવામાં આવે છે. સેન્ટર એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA)એ તેની ઓફિશિયલ વેબસાઈટ પર નવો ડેટા અપલોડ કર્યો છે. દેશમાં એપ્રિલ 2021થી માર્ચ 2022 વચ્ચે 2991 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા તે પૈકી 1698 દીકરીઓ હતી. તો ભારત માટે સારા સમાચાર છે કે, લોકોની દીકરીઓ પ્રત્યેની વિચારસરણી બદલી રહી છે. પરંતુ ઘણીવાર એવી ઘટના બનતી હોય છે કે, જેમાં કોઈ કપલ બાળકને દત્તક લીધા બાદ અલગ થઇ જાત છે. ત્યારે પતિ-પત્ની અલગ થઇ જાય છે તો ઘણું બધું બદલી જાય છે. ખાસ કરીને બાળકોનું ભવિષ્ય વધુ જોખમમાં રહે છે.

માતા-પિતાના સંબંધમાં તિરાડથી બાળકનું ભવિષ્ય થઇ જાય છે ડામાડોળ
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજીવ મહેતાએ કહ્યું હતું કે, છૂટાછેડાથી હંમેશા તકલીફ થાય છે. આ બાળકની માનસિક સ્થિતિને પણ ખરાબ કરી શકે છે. છૂટાછેડાના કિસ્સામાં એવું લાગે છે કે, બાળકને આમ પણ દત્તક જ લીધું હોય છે, ત્યારે છૂટાછેડા માટે તે પોતાને દોષિત સમજે છે. તો ઘણીવાર માતા-પિતા પણ આ બાળકને જ છૂટાછેડાનું કારણ માને છે.
આ સ્થિતિમાંથી પસાર થયેલા બાળકો પોતાની સાથે-સાથે બીજા માટે પણ ખતરનાક સાબિત થઇ શકે છે, ઘણીવાર સ્થિતિ એવી આવે છે કે, બાળક ડિપ્રેશનનો ભોગ બને છે અને સાથે-સાથે ક્રિમિનલ પણ બની શકે છે. આ બાળક કાં તો પોતે આત્મહત્યા કરી લે અથવા તો કોઈની હત્યા પણ કરી શકે છે. જો દત્તક લીધેલી દીકરી હોય તો તે આ સ્થિતિમાં ખોટું પગલું ભરી શકે છે.

માતા-પિતાએ કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને જ લેવો જોઈએ
છૂટાછેડાની સ્થિતિમાં માતાપિતાએ ખૂબ જ સમજદારીથી કામ કરવાની જરૂર છે. સૌ પ્રથમ બાળકને ક્યારેય એવું અનુભવવા ન દો કે તેમને દત્તક લેવામાં આવ્યું છે.

કોર્ટ બાળકની ઉંમર જોઈને કસ્ટડીનો નિર્ણય કરે છે
તીસ હજારી કોર્ટના એડવોકેટ નવીન કૌશિકે જણાવ્યું હતું કે, જો કોઈ કપલ છૂટાછેડા લે છે, તો મોટા ભાગના કિસ્સાઓમાં કસ્ટડી માતાને આપવામાં આવે છે. પરંતુ આ માટે બાળકની ઉંમર પણ જોવામાં આવે છે. તે મુજબ નિર્ણય લેવામાં આવે છે. જો બાળકની કસ્ટડી માતાને મળે છે તો પિતાએ બાળકનો ખર્ચ ચૂકવવો પડશે.

જો કે, છેલ્લા બે વર્ષમાં કોર્ટે એ પણ નિર્ણય કર્યો કે જો પતિ-પત્ની કામ કરતા હોય તો માતાએ 40% અને પિતાએ 60% બાળક પાછળ ખર્ચવા પડશે. જો દંપતી બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય તો કોર્ટ તેમને છૂટાછેડા નહીં આપે. તે જ સમયે, દત્તક લીધેલ બાળકને અનાથાશ્રમમાં પાછું પરત કરી શકાતું નથી.

માતા-પિતાની મિલકતનો હકદાર છે દત્તક લીધેલું બાળક
દત્તક લીધેલા બાળકને કાયદાની નજરમાં કાનૂની બાળક ગણવામાં આવે છે. તેના માતા-પિતાની સંપત્તિ અને પૈસા પર તેનો સંપૂર્ણ અધિકાર છે. જો કોઈપણ માતા-પિતાની સંયુક્ત મિલકત અથવા તેમની બધી બચત હોય તો બાળકને તેનો હિસ્સો મળશે.

2 વર્ષ સુધી બાળકની હાલચાલ પૂછે છે
ઘરાઉંડા સંસ્થાના સંસ્થાપક ઓમકારે જણાવ્યું હતું કે, સરકારી નિયમો અનુસાર જ બાળકને દત્તક દેવામાં આવે છે. એકવાર દત્તક લીધા પછી અમે 2 વર્ષ સુધી બાળકની સ્થિતિનું નિરીક્ષણ કરીએ છીએ. તેની સ્થિતિ પર નજર રાખીએ છીએ.

જો કોઈ કપલ દત્તક લીધેલા બાળકને મારતું હોય અથવા તો શાળાએ ન મોકલે અથવા અન્ય કોઈ પ્રકારની સમસ્યા હોય તો અમે બાળકને સંસ્થા બાળકને પરત લઇ લે છે, જો માતા-પિતા અલગ થતા હોય તો અદાલત તે બાળકને કાયદેસર માને છે અને માતા- પિતા પૈકી કોઈ એકને કસ્ટડી આપે છે.

દત્તક લેનાર દંપતી અને બાળક વચ્ચે 25 વર્ષનો તફાવત હોવો જોઈએ
ભારતમાં દત્તક લેવાની પ્રક્રિયાની દેખરેખ સેન્ટર એડોપ્શન રિસોર્સ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. તે મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયનો એક ભાગ છે. દત્તક લેનાર દંપતી અને બાળક વચ્ચેની ઉંમરનો તફાવત 25 વર્ષનો હોવો જોઈએ. તેઓએ બાળક માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કાઉન્સિલ, નગરપાલિકાઓની કચેરીમાં અરજી કરવાની રહેશે.

આ સાથે માતા-પિતા બંનેએ એક-એક એફિડેવિટ આપવાની રહેશે. નિયમો અનુસાર, જો કોઈ ભારતીય બાળકને દત્તક લે છે, તો તેણે ફી તરીકે 40 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

તે જ સમયે, કાનૂની ફી વધુમાં વધુ 8 હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે. જો કોઈ વિદેશી દંપતી બાળકને દત્તક લે છે, તો તેણે ફી તરીકે 5 હજાર ડોલર જમા કરવાના રહેશે.