તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં અને દરેક કામમાં અવ્વલ છે. તે પછી રિક્ષા કે બસ ચલાવવાનું કામ હોય કે પછી કુસ્તી લડવાની હોય અથવા કોર્પોરેટ લેવલ પર ટોપ પોઝિશન હોય, દરેક જગ્યાએ મહિલાઓએ પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ જ રીતે આદિલક્ષ્મી નામના એક મહિલાએ પણ મિકેનિકનું કામ શરૂ કરીને અનોખી પહેલ કરી છે. હૈદરાબાદના એક મહિલા મિકેનિક આદિલક્ષ્મીએ પોતાના પતિને ટેકો આપવા માટે મિકેનિક તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. એમએલસી કે. કવિતાએ આદીલક્ષ્મીની આ કામ માટે પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આદિલક્ષ્મીએ પુરુષો દ્વારા કરવામાં આવતા આ કામને કરીને સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો છે. આદિલક્ષ્મી કોઠાગુડેમ નજીક સુજાતા નગરમાં તેના પતિ સાથે ઓટોમોબાઈલની દુકાન ચલાવે છે. તેમને 9 અને 7 વર્ષની બે દીકરીઓ છે.
આદિલક્ષ્મીએ તેની દુકાન માટે બે મશીન માગ્યા હતા. કે. કવિતાએ આદિલક્ષ્મીને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે પરિવારને હૈદરાબાદ આવવાનું આમંત્રણ આપ્યું અને તેમના કામની પ્રશંસા કરી. કવિતા આ પરિવારને મળ્યાં અને તેમણે આદિલક્ષ્મીની બંને દીકરીઓને સારું શિક્ષણ આપવાની ખાતરી પણ આપી. કવિતા આ મહિલાની હિંમતને સલામ કરે છે.
The story of beautiful, strong and an inspiration for many - Adilaxmi and her family. God bless them pic.twitter.com/IeCMs88bEV
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 31, 2021
આદિલક્ષ્મીના લગ્ન વીસ વર્ષની ઉંમરે થયા હતા. પરિવારની જવાબદારી ઉપાડવા માટે તેમણે પતિ સાથે ઓટોમોબાઈલની દુકાન ખોલવી પડી હતી. જ્યારે તેઓ મિકેનિકનું કામ કરતા હોય ત્યારે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ જાય છે કે આ કામ કોઈ પુરુષ છે કે સ્ત્રી. તેઓ તેમનું કાર્ય સારી રીતે કરે છે અને આ કામ કરીને તેમણે અનેક મહિલાઓને પગભર થવાની પ્રેરણા આપી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.