તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Acid Is Being Thrown Not Only At Women But Also At Men, With 30 To 40 Percent Of The Total Victims Being Men.

એસિડ અટેક:એસિડ માત્ર મહિલાઓ પર જ નહીં પરંતુ પુરુષો પર પણ ફેંકવામાં આવી રહ્યો છે, કુલ પીડિતોમાંથી 30થી 40 ટકા પુરુષો

દીપ્તિ મિશ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે પણ એસિડ અટેકના સમાચાર સાંભળીએ છીએ તો આપણા મનમાં એક છોકરીની તસવીર સામે આવે છે. ચહેરો છુપાયેલી એક છોકરી, પાટામાં લપેટાયેલી એક છોકરી, ચીસો પાડતી અને ન્યાયની માગ કરતી એક છોકરી. તેનું કારણ છે કે એસિડ અટેકનો ભોગ મોટાભાગે છોકરીઓ થાય છે, પરંતુ આવું બિલકુલ નથી કે માત્ર મહિલાઓ પર જ એસિડ ફેંકવામાં આવે છે, એસિડ અટેક પુરુષો પર પણ થઈ રહ્યા છે. નેશનલ ક્રાઈમ બ્યુરો રેકોર્ડના રિપોર્ટના અનુસાર, એસિડ અટેકના કુલ પીડિતોમાંથી 30થી 40 ટકા સંખ્યા પુરુષોની છે.

હિસારઃ વિદેશ જઈ રહેલા યુવક પર પ્રેમિકાએ એસિડ ફેંક્યું
હરિયાણાના હિસાર જિલ્લામાં 3 સપ્ટેમ્બરના રોજ હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. વિદેશ જઈ રહેલા યુવક પર તેની પ્રેમિકાએ એસિડ ફેંક્યું. દુર્ઘટનામાં ગામ ડુમરખા કાલાનો રહેવાસી 22 વર્ષનો શુભમ સોની ખરાબ રીતે દાઝી ગયો હતો. શુભમ કેનેડા જઈ રહ્યો હતો અને યુવતી તેના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. શુભમે કેનેડાથી પરત આવ્યા બાદ લગ્ન કરવાની વાત કરી હતી, જેનાથી ગુસ્સે થયેલી યુવતીએ તેના પર એસિડ ફેંક્યું.

ઉદયપુરઃ પ્રેમમાં વિશ્વાસઘાત થતા યુવતીએ એન્જિનિયર પર એસિડ અટેક કરાવ્યો
રાજસ્થાનના ઉદયપુરમાં પ્રેમમાં વિશ્વાસઘાત મળતા એન્જિનિયર યુવતીએ પાઠ ભણાવવા માટે સહકર્મી એન્જિનિયર યુવક પર એસિડ અટેક કરાવ્યો. ઉદયપુરની સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા અભિષેકને સહકર્મી યુવતી સાથે પ્રેમ સંબંધો હતા. જ્યારે નાઈઝાએ લગ્ન માટે દબાણ કર્યું તો અભિષેકે તેની સાથે સંબંધો તોડી નાખ્યા. તેનાથી દુઃખી થયેલી છોકરીએ બોસની સાથે નિકટતા વધારીને ષડયંત્ર રચ્યું. મે 2021માં બોસના ભાઈ સાથે અભિષેક પર એસિડ અટેક કરાવ્યો.

આગરાઃ પ્રેમિકાએ પ્રેમી પર એસિડ ફેંક્યું, હોસ્પિટલમાં મૃત્યુ
ઉત્તર પ્રદેશના આગરામાં 25 માર્ચ 2021ના રોજ હૃદય કંપાવતી ઘટના સામે આવી. આગરના હરિપર્વત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીએ તેના પ્રેમીને ઘરે બોલાવ્યો અને તેના પર એસિડ ફેંક્યો હતો. એસિડ અટેકમાં ખરાબ રીતે દાઝી ગયેલો કાસગંજ રહેવાસી દેવેન્દ્રને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસના અનુસાર, પ્રેમીના લગ્ન બીજી જગ્યાએ નક્કી થયા હોવાથી યુવતી ગુસ્સે થઈ હતી. દેવેન્દ્ર આગરાની એક લેબમાં આસિસ્ટન્ટનું કામ કરતો હતો, જ્યારે આરોપી છોકરી સોનમ એક ખાનગી હોસ્પિટલમાં નર્સ હતી.

દેશઃ દર બે દિવસમાં એક એસિડ અટેક
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટના અનુસાર, દર બે દિવસમાં એક એસિટ અટેકની ઘટના થાય છે. તેમજ કુલ એસિડ અટેક વિક્ટિમમાંથી 30-40 ટકાથી વધુ સંખ્યા પુરુષોની હોય છે.

દર વર્ષે નોંધાયેલા કેસ
વર્ષ કેસ
2014 309
201 222
2016 167
2017 244
2018 228
2019 240
(સંદર્ભઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)

એસિડ અટેક પીડિત ત્રણ દર્દીમાંથી એક પુરુષ
'હેલ્પિંગ હેન્ડ' નામની એક સંસ્થા ચલાવતા પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન ડૉ. યોગી એરને અત્યાર સુધી લાખો એવા દર્દીઓની સર્જરી કરી છે જે એસિડ અટેક અથવા પછી દાઝી જવાને કારણે તેમના શરીરનું કોઈ અંગ ગુમાવ્યું છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. યોગીના પુત્ર અને ડૉ. કુશે જણાવ્યું કે, તેઓ સંસ્થામાં વોલેન્ટિયર સર્જન છે. તેમની સામે અત્યાર સુધી માત્ર ત્રણ એસિડ અટેક પીડિત સર્જરી માટે આવ્યા છે, જેમાંથી બે મહિલાઓ અને એક પુરુષ હતો. 'હેલ્પિંગ હેન્ડ' એસિડ અટેકનો ભોગ બનેલા અને આગમાં દાઝી ગયેલા ગરીબ લોકોને મફત સારવાર આપે છે.