તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Acid Attack Survivor Women Handling The Shiroz Hangout Cafe In Agra Amid The Epidemic, Free Food Is Being Given To The Needy Here

હેલ્પ:મહામારી દરમિયાન આગ્રાનું શિરોઝ હેંગઆઉટ જરૂરિયાતમંદને ફ્રીમાં ભોજન આપે છે, કેફેનું હેન્ડલિંગ એસિડ સર્વાઇવર મહિલાઓ કરે છે

4 મહિનો પહેલા
  • ગયા વર્ષે નવેમ્બરમાં મહામારીને લીધે આ કેફે બંધ થઈ ગયું હતું
  • મહામારીને લીધે અહીં આવતા કસ્ટમરની સંખ્યામાં 75% ઘટાડો થયો

આગ્રાનું શિરોઝ હેંગઆઉટ કેફે જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં ભોજન વહેચીને ચર્ચામાં છે. આ કેફેને એસિડ અટેક સર્વાઇવર મહિલાઓ ચલાવી રહી છે. મહામારી દરમિયાન તેઓ પોતાનું દુઃખ ભૂલીને લોકોની મદદ કરી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં મહામારીને લીધે આ બંધ થઈ ગયું હતું. સાત મહિના પછી આ કેફે ફરીથી શરુ થયું છે. આ કેફે પર બોલિવૂડથી લઈને અનેક સેલિબ્રિટી આવી ચૂકી છે. કેફે બંધ રહેવાથી અહીં કામ કરનારી મહિલાઓને ઘણું નુકસાન થયું, હાલ તેઓ બીજાની મદદ કરી રહ્યા છે.

એસિડ અટેક સર્વાઈવર દ્વારા સંચાલિત આ કેફે પૂરી રીતે અહીં આવતા વિદેશી ટુરિસ્ટ પર નિર્ભર રહે છે. શિરોઝ કેફેના ફાઉન્ડર આશિષ શુક્લાએ જણાવ્યું કે, કેફેના માધ્યમથી એસિડ અટેક સર્વાઈવર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ ગયા વર્ષથી મહામારીને લીધે અહીં આવતા કસ્ટમરની સંખ્યામાં 75% ઘટાડો થયો છે. આ મહિલાઓનું ગુજરાન કેફેને લીધે ચાલે છે. આશિષ આ મહિલાઓની સારવારનો ખર્ચો પણ ઉપાડે છે. આગ્રામાં શિરોઝ કેફેની સફળતા જોઇને તેની એક બ્રાંચ લખનૌમાં પણ ખોલી છે.