તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Acid Attack On Hiba Husney's Refusal To Marry, Surgery For 6 Years, Now Ready To Face The World With Full Confidence

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતની જીત:હિબા હુસ્નીએ મેરેજ માટે ના પાડતા એસિડ અટેકનો ભોગ બની, 6 વર્ષ પ્લાસ્ટિક સર્જરીમાં વીત્યા બાદ હવે દુનિયાનો સામનો કરવા તૈયાર છે

એક મહિનો પહેલા

હિબાનો ચહેરો એસિડ અટેકને લીધે દાઝી ગયો હતો. તેની પાંપણ પીગળી ગઈ હતી. દુબઈની એક હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષથી તેની એક નહિ પણ અત્યાર સુધી ઘણીબધી સર્જરી થઈ છે. તે દુબઈના પ્લાસ્ટિક સર્જનની આભારી છે. હિબાની સ્ટોરી જે પણ એસિડ અટેક સર્વાઈવર જીવનથી હાર માની ચૂક્યા છે તે બધા માટે પ્રેરણા લાયક છે. તેની ઉંમર 38 વર્ષ છે. 2008માં છૂટાછેડા પછી હિબા તેમના દીકરા સાથે સારું જીવન જીવવાના પ્રયત્નો કરી રહી છે.

હિબાની માતા અને પરિવારનાં અન્ય સભ્યોએ તેની હિંમત વધારી. આ દરમિયાન તેને અબ્દુલ રહેમાન તરફથી મેરેજની ઓફર મળી. હિબા એક સલૂનમાં કામ કરતી હતી. થોડા દિવસ પછી તેણે અબ્દુલનો ગુસ્સો જોયો અને લગ્નની ના પાડી દીધી. 29 મે, 2008ના રોજ હિબા સલૂન કઈ રહી હતી ત્યારે અબ્દુલ તેની નજીક આવ્યો અને એસિડ તેના ચહેરા પણ રેડી દીધું. હિબાએ કહ્યું, તે સમયે મારો ચહેરો બહુ ખરાબ રીતે દાઝી ગયો હતો. મારા વાળ પણ બળી ગયા હતા. હું આંખો ગુમાવી ચૂકી હતી. તે સમયે મને જે પીડા થઈ રહી હતી તે શબ્દોમાં ના વર્ણવી શકુ. ત્યારે કોઈકે એમ્બ્યુલન્સ બોલાવી અને મને હોસ્પિટલ પહોંચાડી.

એ પછી હિબાની જિંદગીના 6 વર્ષ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં સર્જરીમાં વીત્યા. વર્ષો હોસ્પિટલમાં રહ્યા પછી લોકોનો સામનો કરવું તેના માટે સરળ નહોતું. ઘરેથી બહાર નીકળતા તો લોકો તેની પર પથ્થર ફેંકતા હતા. હિબાની તકલીફ તેના દીકરાથી સહન ના થઈ અને તેણે ઇન્ટરનેટની મદદથી દુબઈના પ્રોસ્થેટિક સ્કલ્પટર અશ્વાક હસન અલ હાશમી ઓફ ઓમાનિયતિ પ્રોસ્થેટિક આર્ટ સેન્ટર વિશે હિબાને જણાવ્યું. અહિ હિબાની જિંદગીમાં નવો વળાંક આવ્યો. હવે તે એકવાર ફરીથી દુનિયાનો સામનો કરવા તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો