• Gujarati News
  • Lifestyle
  • According To Teenagers, Mathematics Leads To Precision In Thinking, Which Is Also Useful In Sketching And Music

કરિયર માટે ગણિત ફાયદાકારક:કિશોરોના મતે ગણિતથી વિચારોમાં સચોટતા આવે છે, તે સ્કેચિંગ અને સંગીતમાં માટે પણ કારગર

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની સ્કૂલોમાં અભ્યાસ કરતા કિશોરોના મતે ગણિત જીવનના દરેક પાસા માટે જરૂરી છે. સંગીત, કળા અને સ્પોર્ટ્સમાં પણ મેથ્સની જરૂરિયાત રહે છે. માટે જ માત્ર બેસિક ગણિત જ નહીં પરંતુ સાથે જ એલજેબ્રા, જ્યોમેટ્રી અને કેલકુલસ જેવા વિષયો પણ શીખવા જોઇએ.

ગણિતથી વિચારોમાં પણ સચોટતા આવે છે. મિઆમી કન્ટ્રી ડે સ્કૂલમાં સંગીતના વિદ્યાર્થી રેનાન કહે છે કે ગણિત તેમના કામથી આંતરિક રીતે જોડાયેલું છે. સંગીતમાં ઓડિયો એન્જિનિયરિંગ, ઓડિયો સિગ્નલ્સ અને ગિટારની ટ્યૂનિંગ સિસ્ટમને સમજવા માટે ગણિતની જાણકારી જરૂરી છે. પરંતુ ગણિતને વિદ્યાર્થીઓ પર થોપવું ન જોઇએ.

કરિયર અને કલા માટે ગણિત જરૂરી
ગણિત શીખવાથી કારકિર્દી માટે અનેક વિકલ્પોના દ્વાર ખુલે છે. સાથે જ તર્ક અને વિચારની ક્ષમતા વિસ્તરે છે જેનાથી સમસ્યાનું સમાધાન શોધવાના કૌશલ્યનો વિકાસ થાય છે. વેનકુવરની યુનિયન હાઇસ્કૂલમાં ભણતા માર્શલે કહ્યું કે સ્કેટબોર્ડિંગ, બાસ્કેટબોલ અને સ્કિઇંગ હોય અથવા ઘરે રુબિક્સ ક્યૂબ અને સ્કેચિંગ હોય. દરેક માટે ગણિત જરૂરી છે. ત્યાં સુધી કે જો કોઇનો ચહેરો વ્યવસ્થિત રીતે બનાવવો હોય તો તેના માટે પણ ગુણોત્તરને સમજવું પડશે.

કેરી હાઇસ્કૂલની ગ્રેના મતે ગણિતમાં આપણે વિચારવાનું શીખીએ છીએ. ચારે તરફ નંબર, શેપ્સ છે. કેટલાક બાળકોએ કહ્યું કે ગણિત જીવનનું મહત્વનું સાધન છે પરંતુ તેનું મહત્ત્વ સમજાવવા માટે બાળપણથી કોઇ ગાઇડ આસપાસ હોય તે જરૂરી છે. જેના કારણે ગણિતનો ડર દૂર થાય છે.

જીવન પણ એક ગણિત જેવું
ઇરવિન હાઇસ્કૂલના ટાકુમા કહે છે કે મેથ્સનો પ્રોબ્લેમ સોલ્વ કરતા આપણે એક ફોર્મ્યુલાનું પાલન કરીને સચોટ પરિણામ સુધી પહોંચીએ છીએ. એ જ રીતે જીવનમાં પણ આપણે સંપૂર્ણ પ્રક્રિયા અપનાવવી પડે છે. જીવનમાં પણ મેથ્સની માફક કોઇ શોર્ટકટ્સ હોતા નથી.