• Gujarati News
  • Lifestyle
  • Aastha Reduced Weight In Lockdown; Divisha Left Engineering, Vasudha Took A Break Of 2 Years

ઢગલો પિમ્પલ્સથી બ્યુટી ક્વીન બનાવી સફર:આસ્થાએ લોકડાઉનમાં વજન ઘટાડ્યું, દિવિશાએ એન્જિનિયરિંગ છોડ્યું અને વસુધાએ 2 વર્ષનો બ્રેક લીધો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસ્થાને PCOSની તકલીફ થઈ હોવાથી તેનો ચહેરો આખી ખીલથી ભરાઈ ગયો હતો

જયપુરની આસ્થા ખંડેલવાલે એલિટ મિસ રાજસ્થાનનો તાજ પોતાને નામ કર્યો છે. આ બ્યુટી પેજન્ટમાં ફર્સ્ટ રનર અપ વસુધા તિવારી અને સેકન્ડ રનર અપ ઉદયપુરની દિવિશા પાલીવાલ બની. આ ત્રણેય ગર્લ્સે ટોપ 30 ફાઇનાલિસ્ટ ગર્લ્સને પાછળ રાખી જીત મેળવી.

ભાસ્કરે આ ત્રણેય મોડલ સાથે વાતચીત કરી. આસ્થાએ સ્કૂલ અભ્યાસ સેન્ટ ઝેવિયર્સમાં કર્યો. તેને PCOSની તકલીફ થઈ હતી અને તેને લીધે ચહેરો આખો ખીલથી ભરાઈ ગયો હતો અને વજન વધીને 72 કિલો થઈ ગયું હતું. આસ્થાએ કહ્યું, હું જ્યાં પણ જતી ત્યાં લોકો મને ખીલ અને વધારે વજનને લીધે ચીડવતા હતા. હું અરીસામાં જોઈ શકતી નહોતી. લોકડાઉનમાં મેં ક્રેશ ડાયટ શરૂ કર્યું અને કસરત કરીને વજન ઓછું કર્યું.

આસ્થા ખંડેલવાલ
આસ્થા ખંડેલવાલ

ફર્સ્ટ ફોટોશૂટથી શરૂ થયો સફર
આસ્થા ખંડેલવાલે કહ્યું, હું એક દિવસ મિત્રો સાથે કેફેમાં બેઠી હતી ત્યારે એક બ્રાન્ડની વ્યક્તિએ મને તેની કંપની માટે ફોટોશૂટની ઓફર આપી. એ પછી મેં પ્રથમ ફોટોશૂટ કરાવ્યું અને ત્યારે મને લાગ્યું હું કેમેરા માટે જ બની છું. હું નેશનલ લેવલ બાસ્કેટબોલ પ્લેયર રહી ચૂકી છું. હું ટોમ બોયની જેમ રહેતી આથી મને સ્પોર્ટ્સમાં ઘણો રસ હતો. એલિટ મિસ રાજસ્થાનની ટ્રેનિંગ દરમિયાન હાઈ હિલ્સ પહેરીને ચાલવું એ મોટું ચેલેન્જ હતું, પરંતુ મેં આચેલેન્જ સ્વીકાર્યું અને જીત મેળવી. આ જર્નીમાં મને માતાએ ઘણો સપોર્ટ કર્યો.

વસુધા તિવારી
વસુધા તિવારી

વસુધા તિવારીને 2 વર્ષનો બ્રેક લેવો પડ્યો
એલિટ મિસ રાજસ્થાનમાં ફર્સ્ટ રનરઅપ રહેલી જયપુરની વસુધા તિવારીએ કહ્યું કે, આ પેજન્ટમાં દરેક મોડલની ઉંમર મારા કરતાં વધારે હતી. આથી હું નર્વસ થઈ જતી હતી, પરંતુ શોના આયોજકે મને મોટિવેટ કરી. શરૂઆતથી મોડલિંગ ચાલુ કરવા મેં બે વર્ષનો બ્રેક લીધો હતો. મેં આર્ટ ડાયરેક્શન, અસિસ્ટન્ટ ડાયરેક્શન અને સ્ટાઈલિંગ સહિત ઘણી બધી વસ્તુઓમાં કામ કર્યું, પણ મજા ના આવી. આથી મેં ફરીથી મોડલિંગ કરિયર શરૂ કર્યું. હું મારી માતા સાથે NGOમાં જોડાયેલી છું અને બાળકો માટે કામ કરી રહી છું.

દિવિશા પાલીવાલ
દિવિશા પાલીવાલ

સોફ્ટવેર ડિપ્લોમામાં ટોપ કરવાને લીધે મોકો મળ્યો: દિવિશા પાલીવાલ
એલિટ મિસ રાજસ્થાનમાં સેકન્ડ રનરઅપ રહી ચૂકેલી દિવિશાએ સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. બ્યુટી પેજન્ટમાં ભાગ લેવા માટે પરિવારને મનાવવો એ અઘરું કામ હતું. દિવિશાએ કહ્યું, હું પહેલેથી અભ્યાસ,આ હોંશિયાર હતી. સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ડિપ્લોમામાં મેં રાજસ્થાનમાં ચોથો રેન્ક મેળવ્યો અને પરિવારને પણ મનાવી લીધા. બ્યુટી પેજન્ટમાં ભાગ લેવા માટે મારે નોકરી છોડવી પડી હતી.