તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 'Aapali Aaji', Which Caters To The Traditional Dishes Of Maharashtra From Door To Door, Has Made Internet Sensation Through Its YouTube Channel

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપનાં પૂરાં કરવાની કોઈ ઉંમર હોતી નથી:મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી દરેક ઘર સુધી પહોંચાડનારાં ‘આપલી આજી’, યુટ્યૂબ ચેનલથી ઇન્ટરનેટ સેન્સેશન બન્યાં

5 મહિનો પહેલા

સુમન થામને અહમદનગરથી 15 કિમી દૂર સરોલા કસર ગામમાં રહે છે. 70 વર્ષની ઉંમરે યુટ્યૂબ ચેનલ પર પોતાની પ્રથમ રેસિપી પોસ્ટ કરીને લોકોના દિલ જીતનારી સુમનને ઇન્ટરનેટ સેન્સેશન પણ કહેવામાં આવે છે. ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મહારાષ્ટ્રના એક ગામની મહિલાએ ટ્રેડિશનલ વાનગીઓથી યુટ્યૂબર્સ વચ્ચે ખાસ એક જગ્યા બનાવી છે. તેઓ ક્યારેય સ્કૂલે પણ ગયા નથી, ઈન્ટરનેટ વિશે પણ તેમને જાણકારી નથી. ઘણા ઓછા સોર્સમાં તેઓ સ્વાદિષ્ઠ ભોજન બનાવીને છવાઈ ગયાં છે.

સુમનનું કૂકિંગ ટેલન્ટ તેમના 17 વર્ષીય પૌત્ર યશે જોયું. તેને દાદીની સ્વાદિષ્ટ વાનગીઓ લોકો સુધી પહોંચાડવા માટે આપલી આજી નામની યુટ્યૂબ ચેનલ શરૂ કરી. આ ચેનલમાં તેઓ ઘરે બનાવેલા મસાલાનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રિયન ફૂડ રેસિપી બનાવે છે. આ કામ શરુ કર્યાને એક મહિના પછી તેમને યુટ્યૂબ તરફથી સૌથી ફેમસ ચેનલ માટે સન્માનિત કર્યાં હતાં. તેઓ ચેનલ પર અત્યારસુધી 120 રેસિપીઝ શેર કરી ચૂક્યા છે.

17 વર્ષીય યશ તેની દાદીને નવી ટેક્નોલોજી વિશે શીખવાડે છે. સુમનને આ કામ કરવું ઘણું ગમે છે, કામ શરૂ કર્યા પહેલાં તેમને કોઈ વાતનો ડર નહોતો. યુટ્યૂબ ચેનલના શરુઆતના દિવસો યાદ કરતાં તેણે કહ્યું હતું કે ‘મને આ યુટ્યૂબ વિશે કઈ જ ખબર નહોતી, પરંતુ મેં તેના વિશે બધી માહિતી જાણી. હું સફળ થઇ તેની મને ખુશી છે.’

સુમનની ચેનલ પર તમે મહારાષ્ટ્રિયન મીઠાઈઓથી લઈને ચટણી અને સબ્જીની રેસિપી જોઈ શકો છો. તેમની યુટ્યૂબ ચેનલના 6 લાખથી વધારે સબ્સ્ક્રાઈબર્સ છે. રોજ આ દાદીની રેસિપી વિડિયો પર લાખો વ્યૂઝ મળે છે. વડાપાઉં, પાઉંભાજી, ચણાના લાડુ જેવી ડિશ ટ્રેડિશનલ સ્ટાઈલમાં બનાવીને સુમન લોકોનાં દિલ જીતી રહ્યાં છે. તેઓ કહે છે કે ‘પોતાનાં સપનાં પૂરાં કરવાની કોઈ ઉંમર હોતી નથી.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો