તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Aaina Williams Of America Got Her Nails Cut, Has Been Named In The Guinness World Record For The Last 30 Years Due To Her 733.55 Cm Long Nails

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચામાં:અમેરિકાની આઈના વિલિયમ્સે 30 વર્ષ પછી નખ કપાવ્યાં, 733.55 સેમી લાંબા નખને લીધે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

10 દિવસ પહેલા
  • તેના નખ પર નેલ પોલિશ કરવા બે આખો બોટલ ખાલી થઇ જતી હતી અને મેનિક્યોર કરવામાં 20 કલાક લાગતા હતા
  • આઈનાએ નખ કપાવ્યા પછી કહ્યું, મારા નખ મોટા હોય કે નાના હું હંમેશાં ક્વીન જ રહીશ

ગિનિસ વર્લ્ડ રેકોર્ડે એક વીડિયો શેર કર્યો છે. છેલ્લા 30 વર્ષોથી દુનિયાના સૌથી લાંબા નખ ધરાવતી મહિલા આયના વિલિમ્યસે નખ કપાવી દીધા છે. આઈના અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રહે છે. તેના લાંબા નખ ટેક્સાસના ડૉક્ટર એલિસન રેડિગર ઇલેક્ટ્રિક રોટરી ટૂલની મદદથી કાપ્યા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડે પોસ્ટમાં લખ્યું, આઈનાએ 30 વર્ષો સુધી નખ ના કાપવાની ગાંઠ વાળી હતી. 30 વર્ષ પછી ફાઈનલી તેણે નખ કપાવી લીધા. તેના નખની લંબાઈ 733.55 સેમી હતી.

2017માં આઈનાએ લાંબા નખને લીધે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. તેના નખ પર નેલ પોલિશ કરવા બે આખો બોટલ ખાલી થઇ જતી હતી અને મેનિક્યોર કરવામાં 20 કલાક લાગતા હતા. આઈનાએ નખ કપાવ્યા પછી કહ્યું, મારા નખ મોટા હોય કે નાના હું હંમેશાં ક્વીન જ રહીશ. મેં આ નખ બનાવ્યા છે, તેણે મને બનાવી નથી.

છેલ્લા 30 વર્ષોથી નખ સાચવતી આઈનાએ ક્યારેય વાસણ ધોયા નથી કે જાતે બેડશીટ પણ બદલી નથી. નખને લીધે તે ઘણા બધા કામ કરી શકતી નહોતી પણ હવે તે કંઇ પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો