• Gujarati News
  • Lifestyle
  • A Young Man In A Quarrel With His Girlfriend Lost Millions In Anger, Smashing 2500 Year Old Artefacts In The Museum

ગુસ્સામાં યુવકનું પરાક્રમ:ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થતાં યુવકે ગુસ્સામાં આવી કરોડોનું નુકસાન કર્યું, મ્યુઝિયમમાં 2500 વર્ષ જૂની કલાકૃતિઓને તોડી નાખી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

21 વર્ષીય યુવકે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડા પછી એવું પરાક્રમ કર્યું કે તેનાથી કોરોડાના માલસામાનને નુકસાન થઈ ગયું. આ ઘટના અમેરિકાના ડલાસ શહેરની છે. ગયા બુધવારે અહીં બ્રાયન હર્નાડેઝનો કોઈ વાતને લઈ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો. બ્રાયને ગુસ્સામાં એવું કર્યું જેનો કોઈ અંદાજો પણ લગાવી શકે તેમ નથી. તે એક મ્યુઝિયમમાં ઘૂસી ગયો અને તોડફોડ શરૂ કરી દીધી.

ગ્રીક સંસ્કૃતિ સાથે સંબંધિત આ કલાકૃતિઓને ડલાસના એક મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી. તેની કિંમત લગભગ 10 મિલિયન ડોલર હતી.
ગ્રીક સંસ્કૃતિ સાથે સંબંધિત આ કલાકૃતિઓને ડલાસના એક મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી. તેની કિંમત લગભગ 10 મિલિયન ડોલર હતી.

લગભગ 2500 વર્ષ જૂની કલાકૃતિઓ તોડી નાખી
ગુસ્સામાં બ્રાયનને મ્યુઝિયમમાં રાખેલી ત્રણ પ્રાચીન ગ્રીક કલાકૃતિઓને તોડી નાખી. લગભગ 2500 વર્ષ જૂની આ કલાકૃતિઓની કિંમત સાંભળી તમે સ્તબ્ધ થઈ જશો. તેની કુલ કિંમત 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 40 કરોડ રૂપિયા છે.

મ્યુઝિયમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો હતો
ડેલી મેલના અનુસાર, આ ઘટના ગયા બુધવારની છે. બ્રાયન એટલો ગુસ્સામાં હતો કે તેને બંધ મ્યુઝિયમનો ખુરશી વડે દરવાજો તોડ્યો અને પછી તેમાં પ્રવેશ કર્યો.

બ્રાયન આ મ્યુઝિયમના મુખ્ય પ્રવેશદ્વારમાંથી પ્રવેશ્યો હતો.
બ્રાયન આ મ્યુઝિયમના મુખ્ય પ્રવેશદ્વારમાંથી પ્રવેશ્યો હતો.

જાતે પોલીસને ફોન કરી બોલાવી

બ્રાયનને એ વાતનો અંદાજો આવી ગયો હતો તેને ગુસ્સામાં કેટલી મોટી ભૂલ કરી દીધી છે. તેથી તેને પોલીસને ફોન કરી સમગ્ર વાત જણાવી કે તેને તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો અને તેને કલાકૃતિઓ તોડી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...