• Gujarati News
  • Lifestyle
  • A Young Man Dropped Out Of College To Start His Own Business, The First Teapot To Accept Bitcoin As Payment

'ધ ફ્રસ્ટ્રેટેડ ડ્રોપ આઉટ' ટી સ્ટોલ:બિટકોઇનને પેમેન્ટ તરીકે સ્વીકારતી પહેલી ચા ની ટપરી, પોતાનો બિઝનેસ શરૂ કરવા યુવકે છોડી દીધી કોલેજ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે તમારા જીવનને બદલી શકે તેવું નાનામાં નાનું જોખમ લઈ શકો તો તમે શું કરો? બેંગ્લોરના એક યુવકે કોલેજ છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આવું જ કર્યું હતું. ફક્ત 30,000 રુપિયાની પ્રારંભિક મૂડી ધરાવતા 22 વર્ષીય વિદ્યાર્થી શુભમ સૈનીએ 'ધ ડિપ્રેસ્ડ ડ્રોપ આઉટ' નામનો ચા નો સ્ટોલ ઊભો કર્યો. બિટકોઇનને પણ પેમેન્ટ તરીકે સ્વીકારતો આ સ્ટોલ ક્રિપ્ટોના શોખીનો માટે લોકપ્રિય બની ગયો છે.

ઈન્દિરા ગાંધી યુનિવર્સિટી, રેવારીના પૂર્વ વિદ્યાર્થી શુભમ સૈની નોકરીની શોધમાં બેંગ્લોર આવ્યો હતો અને અહી આવીને તેને ધીમે-ધીમે ક્રિપ્ટો માર્કેટ ટ્રેડિંગ વિશે પરિચય થયો હતો. વર્ષ 2020માં બજારમાં 60 ટકાનો ઘટાડો આવ્યા પછી પણ ઘણા રોકાણકારોએ સંભવિત નફો મેળવવાની આશામાં નુકશાન ભોગવીને પણ ક્રિપ્ટો (એક વર્ચ્યુઅલ કરન્સી(ચલણ) છે, જે નાણાં તરીકે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે)ની ખરીદી કરી હતી. શુભમે પણ ક્રિપ્ટોઝ ખરીદવામાં તેની બધી પોકેટમની અને બચતનું રોકાણ કર્યું હતું. તે કહે છે કે, ‘મેં 1.5 લાખનું રોકાણ કર્યું હતું અને થોડા જ મહિનાઓમાં મેં મારા પોર્ટફોલિયોમાં 1000 ટકાનો ઉછાળો જોયો. ટૂંક સમયમાં જ મારું ક્રિપ્ટો વોલેટ વધીને 30 લાખ રૂપિયા થઈ ગયું અને મારા જેવા વિદ્યાર્થી માટે આ એક મોટી વાત હતી.’

તેના રોકાણમાં ભારે ઉછાળો આવવાથી તેને ક્રિપ્ટોની સાચી કિંમતનો અહેસાસ થયો. તે કહે છે કે, ‘મેં મારા માતા-પિતા પાસે પૈસા માગવાનું બંધ કરી દીધું, મારી કોલેજની ફી પણ ચૂકવી અને વૈભવી જીવન પણ જીવ્યું,’ ક્રિપ્ટો ટ્રેડિંગમાં પોતાનો પૂરેપૂરો સમય આપવા માટે તેણે BCAના છેલ્લા સેમેસ્ટરમાં આવીને તેણે કોલેજ છોડી દીધી. તે કહે છે કે, ‘આ સમયે મેં એવું વિચાર્યું કે, હું ક્રિપ્ટો વર્લ્ડનો આગામી ‘રાકેશ ઝુનઝુનવાલા’ છું, પરંતુ આખરે જીવન સરળ નથી.’

એપ્રિલ 2021માં પરિસ્થિતિઓ બદલી ને કિસ્મતે જાણે યુ-ટર્ન લીધો હતો, જ્યારે ક્રિપ્ટો માર્કેટ ક્રેશ થયું હતું અને સિયાનીના ક્રિપ્ટો પોર્ટફોલિયોનો 90 ટકા હિસ્સો ડૂબી ગયો હતો. તે કહે છે કે, ‘મેં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ હું પાછો ફર્યો હતો, 30 લાખ રૂપિયાથી ફરી 1 લાખ રૂપિયા પર. હું માની જ નહોતો શકતો કે, એક રાત મારા જીવનમાં આવડો મોટો બદલાવ લાવશે.’ તેણે નિસાસો નાખતાં કહ્યું. ‘તે પોતાના માતા-પિતા પાસેથી આર્થિક મદદ માગવા ઈચ્છતો નહોતો અને તેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાનો નવો આઇફોન વેચવો પડ્યો હતો. એ સ્વાભિમાનની વાત હતી... હું ઝડપી પૈસા કમાવવા માટે ઓનલાઇન માધ્યમો શોધતો હતો પણ કશું જ મળતું ન હતું.’

આ સમયે 22 વર્ષીય શુભમે ફૂટપાથ પર એક સાધારણ ચાનો સ્ટોલ નાખવાનું નક્કી કર્યું. તેના આ ટી સ્ટોલમાં પ્લાસ્ટિક અને રીસાયકલ ન થતી હોય તેવી વસ્તુઓનો ઉપયોગ ટાળવામાં આવ્યો છે. આ ઉપરાંત ટી સ્ટોલનો પેમેન્ટ મોડ પણ અનોખો છે. આ ટી સ્ટોલમાં ચા પીવા માટે તમારે બિટકોઈનમાં ચૂકવણી કરવી પડશે. આ વિચાર તેને બેંગ્લોરના મરાઠાહલ્લી ખાતેથી આવ્યો હતો. જ્યારે ગ્રાહકો તેમના ટી સ્ટોલ પર ચા પીવા માટે આવ્યા અને ચૂકવણી માટે બિટકોઇનનો ઓપ્શન જોઈને તે અચંભામાં પડી ગયા. ચા જેવી સરળ વસ્તુ ખરીદવા માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરવાની લોકપ્રિયતાએ તેના વ્યવસાયને વિકસાવવામાં મદદ કરી. સૈનીએ દાવો કર્યો છે કે, ‘અઠવાડિયામાં સરેરાશ 20 નવા ગ્રાહકો તેમના ટી સ્ટોલ સાથે જોડાય છે અને ચા પીને ક્રિપ્ટોમાં પેમેન્ટ કરે છે.’