• Gujarati News
  • Lifestyle
  • A Writer Who Lives In Fear Of Mao Fears, Xi Jinping Will Bring Policies Like 'Great Leap Forward'

જ્યારે ચીનમાં લોકો પોતાની જાતને જ ખાવા લાગ્યા!:માઓના ખૌફમાં જીવતી લેખિકાને ડર, જિનપિંગ લાવશે 'ગ્રેટ લીપ ફોરવર્ડ' જેવી પોલિસી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીનના સામ્યવાદી નેતા માઓ ઝેડોંગ ક્યારેક ચકલીઓ, ઉંદરો, માખીઓ અને મચ્છરોને મારવાના અભિયાન માટે અને ક્યારેક ઘરના આંગણામાં લોખંડ પીગળવા માટે ઘરે-ઘરે જાણીતા છે. આ નીતિઓને કારણે ચીનને પણ દુકાળનો સામનો કરવો પડ્યો હતો. માઓના કાર્યકાળમાં લગભગ 5 કરોડ લોકોના ભૂખમરાથી મૃત્યુ થયા હતા. સ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે, લોકો એકબીજાને ખાવા લાગ્યા હતાં.

હોંગકોંગમાં રહેતા 93 વર્ષીય લેખક યુઆન-સુંગ ચેન માઓના તે ભયાનક સમયગાળાના સાક્ષી છે. આજે પણ તે પુસ્તકો લખીને લોકોને ચેતવે છે. તેમનું કહેવું છે કે, લોકોએ એ યુગને વાંચવો અને યાદ રાખવો જોઈએ જેથી કરીને ચીનમાં ફરી કોઈ સરમુખત્યારનો જન્મ ન થાય. ચેને તેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તેની પાસે વિશ્વ માટે ચેતવણી છે કે ચીન ફરીથી તે માર્ગ પર પાછા આવી શકે છે. કોરોના અને લોકડાઉનની કડક નીતિઓ અમલમાં મૂકતા જિનપિંગમાં તેમને માઓના યુગની ઝલક જોવા મળી શકે છે.

યુઆન-સુંગ ચેને તાજેતરમાં 'ધ સિક્રેટ લિસનરઃ એન ઇન્જેન્યુ ઇન માઓ'સ કોર્ટ' નામનું પુસ્તક લખ્યું છે.
યુઆન-સુંગ ચેને તાજેતરમાં 'ધ સિક્રેટ લિસનરઃ એન ઇન્જેન્યુ ઇન માઓ'સ કોર્ટ' નામનું પુસ્તક લખ્યું છે.

આખરે, માઓની 'ગ્રેટ લીપ ફોરવર્ડ' યોજના શું હતી?
વર્ષ 1949માં માઓ 'પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના' (PRC) પાર્ટીની રચના કરીને સત્તા પર આવી હતી. સત્તા કબજે કર્યા પછી માઓની પાર્ટી 'ગ્રેટ લીપ ફોરવર્ડ' યોજના બનાવી હતી. તે પાંચ વર્ષ સુધી ચાલતી આર્થિક અને સામાજિક ઝુંબેશની નીતિ હતી. તેનો ધ્યેય સામ્યવાદી આર્થિક વિચારધારાનો ઉપયોગ કરીને દેશના કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવાનો હતો.ઔદ્યોગિકીકરણ સાથે, જમીનની ખાનગી માલિકી નાબૂદ કરીને સામૂહિક ખેતીની નીતિ અપનાવવામાં આવી અને 'મારો ચાર' અભિયાન પણ શરૂ કર્યું હતું. આ અભિયાનમાં સ્પેરો, ફ્લાય,મચ્છર અને ઉંદર જેવા ચાર જીવોને મારવા પડ્યા હતાં. તેમનું માનવું હતું કે દેશમાં ઘણું અનાજ તો ચકલી જ ખાય છે.તે આ નીતિને કારણે, લગભગ એક વર્ષમાં ચીનમાંથી બધું જ ચકલી ગાયબ થઈ ગઈહતી. આ બાદ ખેતરોમાં જીવાતોની સંખ્યામાં વધારો થયો હતો. તે વર્ષે ચીનના ઈતિહાસમાં સૌથી ભયંકર દુકાળ પડ્યો હતો. આ બધાને કારણે ચીનની અર્થવ્યવસ્થા પડી ભાંગી અને દેશ ભૂખમરાની અણી પર પહોંચી ગયો હતો. એકંદરે યોજના ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ચીનના ઈતિહાસકાર યુ જિગુઆંગના સંશોધન મુજબ 5 કરોડ 60 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ચેનના પતિ પાસે શૌચાલય સાફ કરાવ્યા હતા. પછી તેને ઝૂંપડપટ્ટીમાં રહેવા મોકલી દેવામાં આવ્યો.
ચેનના પતિ પાસે શૌચાલય સાફ કરાવ્યા હતા. પછી તેને ઝૂંપડપટ્ટીમાં રહેવા મોકલી દેવામાં આવ્યો.

જ્યારે ભૂખમરાને કારણે પોતાની જાતને જ ખાવા માટે થઇ ગયા હતા મજબૂર
ચેન આ યોજનાને કારણે જે નિરાશા અને ભૂખમરો થયો હતો તે વિશે જણાવે છે કે, તેણે એક માણસની વાર્તા સાંભળી જેણે ભૂખને કારણે પોતાનની જાતને ખાવાનું શરૂ કરી દીધું હતું. પહેલા તો તેઓને આ વાત માની ન હતી.તે કહે છે- 'પહેલાં તો મને લાગ્યું કે આ એક અફવા છે'.પરંતુ આ સમય દરમિયાન ગામમાં રહેતા મારી વિચારસરણી સંપૂર્ણ પણે બદલાઈ ગઈ હતી. માઓએ ચીનને આપત્તિજનક સ્થિતિમાં પહોંચાડ્યું હતું. મેં જોયું છે કે લોકો ખરેખર ભૂખની ને કારણે આ હદ પાર કરી શકે છે. આ કોઈ અતિશયોક્તિ નહોતી વાસ્તવિક જીવનનું કડવું સત્ય હતું. પરંતુ કોઈ તેને સ્વીકારશે નહીં.

ચેનની ઈચ્છા છે કે લોકો માઓના કાળા દિવસોને યાદ કરે
ચેન વધુમાં જણાવે છે કે, વિશ્વ માટે ચેતવણી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ઉલ્લેખ કરતા જણાવે છે કે, 'જ્યારે તમે માઓના માર્ગ પર કામ કરો છો ત્યારે મને ડર લાગે છે.' હું આ કારણથી લખું છું જેથી લોકોને ચીનની ભયાનક સ્થિતિ વિશે ખબર પડે. ભવિષ્યમાં દેશ ક્યારેય તે ભયાનક માર્ગ પર ચાલશે નહીં .તેમજ માઓ જેવા નેતાને સમર્થન આપતા પહેલાં લોકોએ સો વખત વિચારવું જોઈએ.

પૈસાદાર પરિવારમાં ઊછરી અને કૃષિ ક્રાંતિની કેડર બની હતી
યુઆન-સુંગ ચેનનો જન્મ 1932માં ચીનના શાંઘાઈમાં થયો હતો. ચેનનો ઉછેર શ્રીમંત પરિવારમાં થયો હતો અને મિશનરી સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો હતો. તે ચોંગકિંગમાં રહેતી હતી. પરંતુ તે ચીન-જાપાનને યુદ્ધ પછી શાંઘાઈ પરત ફરી હતી. વર્ષ 1949માં જ્યારે ચીનની સત્તા સામ્યવાદીઓના હાથમાં આવી ત્યારે તે ત્યાં જ રહી ગઈ હતી. જ્યારે ચેન 1950માં 18 વર્ષની થઈ ત્યારે તેમને બેઇજિંગમાં સેન્ટ્રલ ફિલ્મ બ્યુરોમાં પહેલી નોકરી મળી હતી. પરંતુ આ નોકરી લાંબા સમય સુધી ચાલી ન હતી કારણ કે કમ્યુનિસ્ટ પાર્ટીએ શહેરમાં બધું બંધ કરી દીધું અને 'કૃષિ ક્રાંતિ'માં જોડાવા માટે યુવાનોને શહેરોમાંથી ગામડાઓમાં મોકલવાનું શરૂ કર્યું હતું. ચેન પણ બેઇજિંગ છોડીને ક્રાંતિમાં જોડાવા માટે ગાંસુ પ્રાંત ગઈ અને તે એક યુવાન ક્રાંતિકારી બની હતી. 1958માંતેણીએ જેક ચેન સાથે લગ્ન કર્યા હતા અને એક સામ્યવાદી પત્રકાર જે એક અગ્રણી ચાઇનીઝ-ત્રિનિદાદિયન પરિવારમાંથી આવ્યા હતા.

માઓના ડરથી પોતાના લખાણ પર આગ લગાવી હતી
ક્રાંતિમાં જોડાતા પહેલાં ચેન 1955માં જ્યારે સેન્ટ્રલ ફિલ્મ બ્યુરોમાં હતી ત્યારે જ્યારે પ્રસિદ્ધ ચીની માર્ક્સવાદી લેખક હુ ફેંગને અહેવાલ લખવા બદલ અટકાયતમાં કરવામાં આવી હતી. આ પછી અચાનક માઓએ પાર્ટીની ટીકાઓનું સ્વાગત કરવાનું શરૂ કર્યું. 'સૌ ફૂલ ખિલને દો' ના સૂત્રનો ઉપયોગ કરીને તેઓ લોકોને પાર્ટીની ખામીઓની ટીકા કરવા માટે વિનંતી કરતા હતા. આ બધી વાતોથી પ્રભાવિત થઈને ચેને ફરીથી લખવાનું શરૂ કર્યું હતું.પરંતુ તેણી તેને પૂર્ણ કરે તે પહેલાં, માઓએ તેના પર 'સુગંધિત ફૂલો'ને બદલે 'ઝેરી નીંદણ' ઉત્પન્ન કરવાનો આરોપ લગાવીને ટીકાકારોને એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું.

આ પુસ્તક કેડર દરમિયાનના અનુભવોને આકાર આપે છે
આ દરમિયાન ચેને જમીન સુધારણા પર કામ કર્યું હતું અને માઓની નિષ્ફળ ઔદ્યોગિક અને કૃષિ પહેલ દરમિયાન ભૂખમરાની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે શક્ય તેટલું લખ્યું અને વાંચ્યું હતું. આ પછી 'સાંસ્કૃતિક ક્રાંતિ'ના નામે લેખકો, કલાકારો અને બૌદ્ધિકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. 1972માં ચેન તેના પતિ જેક ચેન અને પુત્ર સાથે અમેરિકા ગઈ અને ત્યાંની એક શાળામાં ભણાવવાનું શરૂ કર્યું.ચેને એક કેડર તરીકેના તેમના અનુભવને વાર્તાના રૂપમાં પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. 1980 માં ચેનનું પ્રથમ પુસ્તક 'ધ ડ્રેગન વિલેજ' પ્રકાશિત થયું હતું. તે 1960 ના દાયકાના 'ગ્રેટ લીપ ફોરવર્ડ' દરમિયાન ગામમાં રહેતા તેમના અનુભવો પર આધારિત એક કાલ્પનિક પુસ્તક હતું.