દુનિયામાં દરેક વ્યક્તિની અંદર કોઈ ને કોઈ વિશિષ્ટતા હોય છે, જે બીજા લોકોથી અલગ અને ખાસ બનાવે છે. ઘણી વખત આ વિશિષ્ટતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જાઓ છો. હવે આવું જ કંઈક સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. એક મહિલાએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે, કેમ કે તેના કાન અનોખા છે. મહિલાના કાન એટલા લાંબા અને લચીલા છે કે તે છત્રી પકડવા અથવા સેલ્ફી સ્ટિક પકડવા માટે હાથની જગ્યાએ કાનનો ઉપયોગ કરે છે.
ટોક્યોની રહેવાસી આયુમી તાકાડા નામની આ મહિલાની તુલના ‘ધ ઈન્ક્રેડિબલ્સ’ મૂવીની 'ઈલાસ્ટી ગર્લ' સાથે કરવામાં આવી રહી છે.
આયુમીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના કાનની મદદથી એક સેલ્ફી સ્ટિક અને છત્રી એટલે સુધી કે લખવા માટે પેનને પણ પકડેલી જોવા મળે છે. લોકો આ અજીબોગરીબ ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આયુમીના કાન 4.5 સેમી સુધી લાંબા છે અને તે એક સેલ્ફી સ્ટિકના હેન્ડલને ચારેય તરફથી લપેટી શકે છે. એક વીડિયો ફૂટેજથી ખબર પડે છે કે 37 વર્ષીય આયુમી વરસાદમાં છત્રી પકડવા માટે પણ આ પ્રતિભાનો ઉપયોગ કરે છે અને આ દરમિયાન તેના બંને હાથમાં શોપિંગ બેગ હોય છે.
આયુમી તાકાડે કહ્યું હતું કે જ્યાં સુધી મને યાદ છે કે મારા કાન લોબ્સ (કાનની નીચેનો ભાગ) લચીલો છે, પહેલી વખત ત્યારે ખબર પડી જ્યારે હું પ્રાઈમરી સ્કૂલમાં હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે ‘વરસાદનો દિવસ હતો અને મારા હાથમાં બેગ હતી, તેથી મેં મારા કાનથી છત્રી પકડવાનો પ્રયાસ કર્યો અને હું આવું કરી શકી.' તેણે આગળ જણાવ્યું કે ‘હું સેલ્ફી સ્ટિક, બ્રશ, છત્રી, સફાઈ ઉપકરણ અને હેંગર કાનથી પકડી શકું છું.’
અજીબોગરીબ પ્રતિભા ધરાવતી આયુમી તાકાડાના કેટલાક વીડિયોને 50 લાખથી વધુ વખત લોકો જોઈ ચૂક્યા છે. એને કારણે તેની તુલના કાર્ટૂન ‘ધ ઈન્ક્રેડિબલ્સ’ની 'ઈલાસ્ટી ગર્લ' સાથે કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.