તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • A Woman Living In New York Has Not Washed Clothes For The Last 3 Years, Made Home Furniture From Scraps Lying On The Road, Does Not Eat A Tank To Save Money

મહાકંજૂસ:ન્યૂ યોર્કમાં રહેતી મહિલાએ છેલ્લા 3 વર્ષથી કપડાં ધોયા નથી, રસ્તા પર પડેલા ભંગારમાંથી ઘરનું ફર્નિચર બનાવ્યું, રૂપિયા બચાવવા એક ટંક જમતી નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂ યોર્ક સિટી મોંઘું હોવાને લીધે કેટ દરેક બાબતમાં કંજૂસ વેડા કરે છે
  • કેટના ઘરમાં બેડ યોગા મેટ્સનો બનેલો છે અને મેગેઝિનના ઢગલાથી ડાઈનિંગ ટેબલ બનાવ્યું છે

જો કોરોના મહામારીમાં તમારું બજેટ ખોરવાયું હોય તો તો તમે ન્યૂ યોર્કની મહિલા પાસેથી રૂપિયા બચાવવાની અમુક ટિપ્સ લઇ શકો છો. આ મહિલા એટલી કંજૂસ છે કે તેની લાઈફસ્ટાઈલ જોઇને ભલભલા વિચારમાં પડી જાય છે. છેલ્લા 3 વર્ષથી તેણે સાબુના રૂપિયા બચાવવા માટે કપડાં જ ધોયા નથી અને રસ્તા પર પડેલા ભંગારમાંથી તેના ઘરનું ફર્નિચર બનાવ્યું છે.

દર મહીને 15 હજાર રૂપિયા વાપરે છે
ન્યૂ યોર્કમાં રહેતી કેટ હેશીમોટોએ કંજૂસાઈની દરેક હદ વટાવી દીધી છે. કેટ પહેલેથી આવી નહોતી પણ દુનિયાના સૌથી મોંઘા શહેરમાં રહેવાને લીધે તેને આ બધી ટેવ પાડવી પડી. કેટ દર મહીને 200 ડોલર એટલે કે 15 હજાર રૂપિયા જ વાપરે છે.

નકામા ખર્ચ કરતી નથી
કેટે કહ્યું, હું છેલ્લા 3 વર્ષથી ન્યૂ યોર્કમાં રહું છું. આ સિટી બહુ મોંઘું છે આથી અહીં રહેવા માટે મેં અમુક નિયમો બનાવ્યા છે અને બચત સાથે હું જીવી રહી છું. જો કામની વસ્તુ હોય તો તેની પાછળ રૂપિયા ખર્ચવામાં હું વિચાર કરતી નથી, પણ હું નકામા ખર્ચ કરતી નથી.

‘રસ્તા પર પડેલી કોઈની નકામી વસ્તુઓ ઘરે લાવવામાં મને તો કોઈ શરમ આવતી નથી’
કેટના ઘરે અલગ જ પ્રકારનું ફર્નિચર છે, તેણે આજ દિન સુધી ક્યારેય શોપમાંથી નવું ફર્નિચર ખરીદ્યું નથી પણ લોકો નકામી વસ્તુઓ રસ્તા પર મૂકે તેને કેટ પોતાના ઘરે લઇ આવે છે. કેટે નાની-નાની વસ્તુઓ ભેગી કરીને ઘરમાં ફર્નિચર બનાવ્યું છે. કેટે કહ્યું, રસ્તા પર પડેલી કોઈની નકામી વસ્તુઓ ઘરે લાવવામાં મને તો કોઈ શરમ આવતી નથી. તેને લીધે મેં અનેક ડોલર બચાવ્યા છે. ફર્નિચર પાછળ ક્યારેય ખોટો ખર્ચ કર્યો નથી.

પસ્તીમાંથી ડાઈનિંગ ટેબલ બનાવ્યું
કેટના ઘરમાં બેડ યોગા મેટ્સનો બનેલો છે અને મેગેઝિનના ઢગલાથી ડાઈનિંગ ટેબલ બનાવ્યું છે. ઘણીવાર તે ઓવન કે ડિશવોશર ના વાપરવા માટે એક ટંકનું ભોજન પણ ખાતી નથી.કપડા ધોવાના સાબુ કેટના ઘરમાં ક્યારેય આવ્યો નથી, છેલ્લા 3 વર્ષથી કેટે કપડા ધોયા નથી. તે ટોઇલેટ પેપરને બદલે પાણીનો ઉપયોગ કરે છે.

કેટના ઘરે કપડાનો કબાટ જ નથી કારણકે તેણે છેલ્લા 8 વર્ષથી કપડાની ખરીદી કરી નથી. કંજૂસ કેટે કહ્યું, છેલ્લે મેં 1998માં એક અન્ડરવેર ખરીદી હતી.