તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Woman And Two Men Trapped On A Deserted Island In The Bahamas For 33 Days, Saved Their Lives By Eating Only Coconut For So Many Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોડી પલટવાથી ફસાયા:બહામસનાં નિર્જન ટાપુ પર 33 દિવસ સુધી 1 મહિલા અને 2 પુરુષો ફસાયા, નારિયેળ અને ઉંદર ખાઈને જીવિત રહ્યા

2 મહિનો પહેલા

બહામસનાં એક નિર્જન ટાપુ પર ફંસાયેલા બે પુરુષો અને એક મહિલાને 33 દિવસ પછી બચાવાયા છે. આટલા દિવસ તે લોકો નારિયેળ પીને અને ઉંદર ખાઈને જીવિત રહ્યા. અમેરિકાના કોસ્ટ ગાર્ડે મંગળવારે તેમને એર લિફ્ટ કર્યા. આ લોકો ક્યુબા અને ફ્લોરિડા કીઝના નિર્જન ટાપુ એંગુઈલામાં ફસાઈ ગયા હતા.સોમવારે રૂટીનમાં નીલકલતા હેલિકોપ્ટરે તેમને ઝંડો ફરકાવતા જોયા હતા. આ જોઈને હેલિકોપ્ટરમાંથી પાણી અને ભોજન ફેંકવામાં આવ્યું હતું. બીજે દિવસે હેલિકોપ્ટર આવ્યું અને તેમને આ નિર્જન આઇલેન્ડ પરથી બચાવી લીધા.

આઇલેન્ડ પર ફસાઈ ગયેલા લોકોએ કહ્યું, અમે 5 અઠવાડિયાં પહેલાં હોડી લઈને નીકળ્યા હતા, પરંતુ પાણીમાં હોડી પલટી ગઈ અને અમે ત્રણેય તરીને કિનારે પહોંચ્યા. આ ત્રણેય ક્યુબાના નાગરિક છે, પરંતુ તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. દ્વીપ પર ભોજન અને પાણીની અછતને લીધે દૂબળા પડી ગયા હતા. જોવાની વાત એ છે કે આટલા બધા દિવસ સુધી નિર્જન ટાપુ પર ફસાયા હોવા છતાં તેઓ સ્વસ્થ છે હાલ તેમને મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

ત્રણેયમાંથી કોઈને ઇજા થઇ નથી. અમેરિકન કોસ્ટ ગાર્ડના અધિકારી બ્રેડન મરેએ કહ્યું કે, ત્રણેય લોકો ટાપુ પર કેવી રોતે ફસાઈ ગયા તેની માહિતી હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતુ તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળ્યા હોય તેવું બની શકે છે. આ ત્રણ માછીમાર રસ્તો પણ ભટકી ગયા હોય તેવું પણ શક્ય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો