એવું કહેવાય છે કે, પ્રેમ અને જંગમાં બધુ જ શક્ય છે. આ જ રીતે પ્રેમમાં બદલો લેવાની વાતો પણ એકદમ સામાન્ય છે પરંતુ, બિહારનાં ખગડિયામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જો કે, અહી પ્રેમમાં જંગ પણ અલગ રીતે લડવામાં આવી અને બદલો પણ અલગ રીતે લેવામાં આવ્યો.
આ કિસ્સામાં બે મહિલાઓએ એકબીજાનાં પતિ સાથે લગ્ન કરી લીધા અને તેઓએ એકબીજાનાં બાળકોને પણ અપનાવ્યા. રસપ્રદ વાત એ છે કે, બંનેએ આ ઘટનાને ગંભીરતાથી સ્વીકારી અને તેના કારણે એકબીજા પ્રત્યે કોઈપણ પ્રકારનો દ્વેષભાવ રાખ્યો નથી.
ત્રણ બાળકોને લઈને પીયરનાં પ્રેમી સાથે ચાલી ગઈ મહિલા
ખગડિયાની નિવાસી રુબીદેવીનાં લગ્ન વર્ષ 2009માં નીરજ કુમાર સાથે થયા. રુબી આ લગ્ન માટે તૈયાર થતી નહોતી. તેને પોતાના પીયરનાં એક યુવક સાથે પ્રેમ થઈ ગયો પરંતુ, ઘરનાં લોકોએ તેના પર દબાણ કરીને તેના લગ્ન બીજી જગ્યાએ કરાવી દીધા હતા. લગ્ન બાદ પણ મનથી તો રુબી હજુ એ યુવકનાં જ પ્રેમમાં હતી.
આ દરમિયાન રુબી અને નીરજને 4 બાળકો પણ થયા પરંતુ, રુબીનાં મનમાં પોતાના પીયરનાં પ્રેમી પ્રત્યેની લાગણીઓ હજુ પણ જીવંત હતી. આખરે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રુબી પોતાના ત્રણ બાળકોને લઈને પ્રેમી સાથે ભાગી ગઈ. તેણે પોતાની એક દીકરીને નીરજ પાસે છોડી દીધી હતી.
એકલપણામાં નીરજ રકીબની પત્નીની નજીક આવી ગયો અને લગ્ન કરી લીધા
રુબી અને મુકેશનાં લગ્નનાં કારણે બે પરિવારોનાં સંબંધોમાં ખટાશ આવી. મુકેશ પરણિત હતો. તેના પણ બાળકો હતા. સંયોગથી તેની પત્નીનું નામ પણ રુબી જ હતું. અહીં રુબીનાં ગયા પછી નીરજ એકલપણાની સમસ્યાથી ઝઝુમી રહ્યો હતો. ચારમાંથી ત્રણ બાળકો પણ પત્નીની સાથે ચાલ્યા ગયા. બીજી તરફ મુકેશનાં ઘરમાં પણ તેની પત્ની અને બાળકો પણ એકલા રહી ગચા હતા.
આ બંને મુકેશ અને રુબીને ગોતવાના પ્રયાસમાં નીરજની વાત મુકેશની પત્ની થઈ. ધીમે-ધીમે બંનેમાં વાતચીત વધી ગઈ. બંનેને પોતાના સંબંધોમાં દગો મળ્યો હતો. એવામાં ધીમે-ધીમે બંને એકબીજાની નજીક આવતા ગયા અને તેઓએ લગ્ન પણ કરી લીધા.
લગ્ન કરીને બાળકોને પણ અપનાવ્યા, કોઈને ફરિયાદ નથી
મુકેશ અને નીરજ એકબીજાની પત્ની સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. રુબીને પણ બીજી રુબી સાથે કોઈ જ ફરિયાદ નહોતી. બંને એકબીજાના પતિ સાથે ખુશ હતી અને તેને જ પોતાનું પરિવાર માની ચૂકી હતી. નીરજ અને મુકેશે એકબીજાનાં બાળકોને પણ અપનાવી લીધા હતા. વિશેષ વાત એ પણ છે કે, ભાગ્યા પછી બંને જ મધ્યપ્રદેશનાં અલગ-અલગ શહેરોમાં પોતાની નવી પત્ની અને બાળકોની સાથે રહે છે.
આફ્રીકી જનજાતિ બીજા કોઈની પત્નીને ભગાડીને કરી શકાય છે બીજા લગ્ન
એકબીજાની પત્ની સાથે લગ્ન કરવાની ઘટના તમને આશ્ચર્યમાં મૂકી શકે છે પરંતુ, આવા વિચિત્ર કાયદાઓ અને નિયમો વિશ્વની સંસ્કૃતિઓમાં પહેલાથી છે. આફ્રિકાની એક જનજાતિ છે ‘બોદાબે’. આ જનજાતિમાં નિયમ છે કે, પહેલા લગ્ન કબીલા અને પરિવારની ઈચ્છાથી કરી શકો છો. બીજા લગ્ન કરવા માટે કોઈપણ સ્વતંત્ર છે પરંતુ, શરત ફક્ત એટલી છે કે, બીજા લગ્ન કુવારી યુવતી સાથે નથી થતા. બીજા લગ્ન કરવા માટે પહેલા તો કોઈની પત્નીને ખુશ કરવી પડશે અને તેને લગ્ન માટે તૈયાર કરવી પડશે. આ જનજાતિમાં ઘણીવાર એકબીજાની પત્ની સાથે લગ્ન કરી લે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.