લોકડાઉનમાં બનાવ્યું પોતાનું વિમાન:પત્ની અને બાળકો સાથે કરી વિદેશની સફર, આવી રીતે રમત-રમતમાં બન્યું હતું પહેલું વિમાન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવામાં ઊડવું એ માણસોનું પહેલાંથી જ સ્વપ્ન રહ્યું છે. કુદરતે તેને પક્ષીની જેમ પાંખો નથી આપી એટલે તે પોતાનાં સાહસનાં બળ પર આકાશમાં છવાઈ જાય છે. યુકેમાં રહેતાં કેરળનાં એન્જિનિયરે લોકડાઉનમાં પોતાનું વિમાન બનાવ્યું હતું. આ વિમાનને તેણે પોતાની દીકરીનું નામ આપ્યું છે. દીકરીનાં નામ પર બનાવેલાં આ વિમાનમાં તે પોતાનાં પરિવાર સાથે વિદેશની સફર ફરી રહ્યો છે. એન્જિનિયર અશોક અલસેરીલ થમરાક્ષનની જેમ અમેરિકાનાં રાઈટ બ્રધર્સે પણ એક સમયે હવામાં ઊડવાનું સપનું જોયું હતું. જે બાદ દુનિયાનું પહેલું વિમાન બન્યું હતું.

સૌથી પહેલાં એન્જિનિયર અશોકનાં વિમાન વિશે જાણીએ
વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર અશોકે 18 મહિનામાં આ 4 સીટર પ્લેન તૈયાર કર્યું છે. તેનાં માટે તેણે પોતાનાં ઘરમાં જ વર્કશોપ બનાવ્યો હતો. આ પ્લેન દ્વારા અશોક પોતાનાં પરિવાર અને મિત્રો સાથે બ્રિટન અને યુરોપનાં અન્ય ઘણાં દેશોની યાત્રા કરી ચૂક્યો છે. પોતાની દીકરી દિયા પરથી અશોકે આ વિમાનનું નામ જી-દિયા રાખ્યું છે. આ પ્લેન બનાવવાનો ખર્ચ લગભગ 2 કરોડ રૂપિયા છે. જી-દિયા 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. એકવાર ઈંધણ પૂર્યા બાદ તે 8-9 કલાક સુધી ઉડી શકે છે.

વિશ્વનાં પ્રથમ વિમાનનાં નિર્માણનો શ્રેય અમેરિકાના રાઈટ બ્રધર્સને જાય છે. વર્ષ 1903માં તે પોતાનાં વિમાન દ્વારા 120 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતાં
વિશ્વનાં પ્રથમ વિમાનનાં નિર્માણનો શ્રેય અમેરિકાના રાઈટ બ્રધર્સને જાય છે. વર્ષ 1903માં તે પોતાનાં વિમાન દ્વારા 120 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતાં

રમકડાંથી વિચાર લઈને બનાવ્યું હતું પહેલું વિમાન
વિશ્વનું પહેલું વિમાન બે અમેરિકન ભાઈઓએ બનાવ્યું હતું. આ ભાઈઓ વિલબર અને ઓરવીલ રાઈટને રમકડામાંથી વિમાન બનાવવાનો વિચાર આવ્યો. આ રમકડું તેને તેનાં પિતાએ આપ્યું હતું. રબરની મદદથી હવામાં ઉડતાં આ રમકડાને જોઇને રાઇટ બ્રધર્સને વિમાન ઉડાડવાનો વિચાર આવ્યો કે, જેમાં બેસીને માણસો પણ ઉડી શકે છે.

વિશ્વનું પહેલું વિમાન ઉડી રહ્યું છે
વિશ્વનું પહેલું વિમાન ઉડી રહ્યું છે

અનેક નિષ્ફળતાઓ બાદ સફળતા મળી હતી
એરક્રાફ્ટ બનાવતાં પહેલાં બંને ભાઈઓએ અનેક એન્જિન પર કામ કર્યું હતું. બાદમાં તેમણે એરક્રાફ્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. ઘણાં વર્ષો સુધી એક પછી એક ઘણાં મોડેલ નિષ્ફળ રહ્યાં. હવામાં ઉડવાનાં પ્રયાસમાં, ઘણી વખત રાઈટ બંધુઓ મૃત્યુનાં મુખે પણ પહોંચી ગયા હતાં. આખરે વર્ષ 1903માં તે સાયકલ મિકેનિકની મદદથી લાઈટ એન્જિન બનાવી શક્યા. આ એન્જિન હળવું હોવા છતાં 12 હોર્સપાવરની ઊર્જા આપતું હતું. આ એન્જિનની મદદથી સાઇટ બ્રધર્સે દુનિયાનું પહેલું વિમાન બનાવ્યું હતું.