તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • A Teenager From Australia Has Put Up An Inflated Chip At Auction, With The Latest Bid For A Unique Chip Worth Rs 11 Lakh.

આશ્ચર્યમ્:ઓસ્ટ્રેલિયાની એક કિશોરીએ ફૂલેલી ચિપને હરાજીમાં મૂકી, યુનિક ચિપની લેટેસ્ટ બોલી અધધ 11 લાખ રૂપિયા

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલી સ્ટુઆર્ટ નામની કિશોરીને Doritos ચિપ્સના પેકેટમાં એક ચિપ યુનિક જણાતા હરાજી કરવાનો વિચાર આવ્યો
  • રેલીએ એક ચિપ 73 રૂપિયામાં હરાજીમાં મૂકી હતી
  • લેટેસ્ટ બોલીમાં ચિપની પ્રાઈઝ 11 લાખ રૂપિયા થઈ છે

ઓસ્ટ્રેલિયાની એક કિશોરી રાતોરાત માલામાલ બનવા જઈ રહી છે. તે પણ કોઈ લોટરીની ટિકિટથી નહિ બલકે ચિપ્સને કારણે. રેલી સ્ટુઆર્ટ નામની 13 વર્ષીય કિશોરી Doritos (ડોર્ટિસ) ચિપ્સ એન્જોય કરી રહી હતી તેમાંથી એક ચિપ તેને યુનિક જણાતા તેણે હરાજી કરવાનો વિચાર આવ્યો. હરાજીમાં એક ચિપની અધધ 11 લાખ રૂપિયાની બોલી બોલાઈ છે.

રેલી ડોર્ટિસ ચિપ્સ એન્જોય કરી રહી હતી. સામાન્ય રીતે આ ચિપ્સ ચપટી આવે છે પરંતુ અચાનક તેને પેકેટમાં એક પફી અર્થાત ફૂલેલી ચિપ દેખાઈ. આ ચિપ તેને એટલી યુનિક લાગી કે તેણે ચિપની હરાજી કરવાનો વિચાર આવ્યો. આ ચિપ વિશે તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું.

ચિપને હરાજીમાં મૂકનાર રેલી
ચિપને હરાજીમાં મૂકનાર રેલી

આ વીડિયો એટલો વાઈરલ થયો કે 29 લાખ યુઝરે તેને જોયો અને અનેકો કમેન્ટ્સનો ઢગલો થયો. કમેન્ટ્સમાં કેટલાક યુઝરે કહ્યું કે આ ચિપ તો તેણે ખાવી જ જોઈએ તો કેટલાક યુઝરે કહ્યું આ ચિપ તો વેચવા લાયક છે. યુઝરની કમેન્ટ પરથી રેલીને વિચાર આવ્યો કે તેણે ચિપ વેચવી જોઈએ.

Doritosના પેેકેટમાં રહેલી યુનિક પફી ચિપ
Doritosના પેેકેટમાં રહેલી યુનિક પફી ચિપ

રેલીએ eBay પર ઓનલાઈન હરાજીમાં એક ચિપની $0.99 (આશરે 73 રૂપિયા) મૂકી. એક જ કલાકમાં ચિપની કિંમત $10,000 (આશરે 7.47 લાખ) રૂપિયા સુધી પહોંચી ગઈ. ઓનલાઈન હરાજીમાં આ એક ચિપ માટે આજની બોલી $20,300 (આશરે 11 લાખ રૂપિયા) બોલાઈ છે. આ હરાજી આવતા મંગળવારે પૂરી થશે. રેલીને આશા છે આ ચિપની બોલી હજુ વધારે મોંઘી થાય.

હરાજીના પૈસા રેલીના પપ્પા લેશે
રેલીએ ભલે ચિપ હરાજીમાં મૂકી હોય પરંતુ તેના પપ્પાનું કહેવું છે કે ચિપનું પેકેટ તેમણે ખરીદ્યું હતું તેથી હરાજીના પૈસા તેમને મળવા જોઈએ. જોકે રેલીને આશા છે કે આ તમામ પૈસા તેના પોકેટમાં જાય.

અન્ય સમાચારો પણ છે...