કાંટાની ટકકર:અજાણ્યા વ્યક્તિએ આખલાને બાસ્કેટબોલ માટે કરી ચેલેન્જ, જુઓ કોની થઈ જીત?

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આખલો કંઈ થોડી બાસ્કેટબોલ રમી શકે? જો તમે પણ આવું જ માનતા હોવ તો તમારી આ માન્યતાને આ વાઈરલ વીડિયો ખોટી સાબિત કરે છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એવું બતાવવામાં આવ્યું છે, કે એક વ્યક્તિ બાસ્કેટબોલ રમી રહ્યો છે અને તેની સામે રાઈવલ (વિરોધી) તરીકે આખલો ઉભો છે. એવું લાગે છે, જાણે કે આ માણસ અને આખલો બાસ્કેટબોલની મેચ રમી રહ્યા છે.

@LeBatardShow નામક એક લોકપ્રિય એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો શેર કરતી વખતે તેને કેપ્શન આપ્યું હતું 'કાઉ ગેસોલ'. આ કેપ્શન ભૂતપૂર્વ સ્પેનિશ બાસ્કેટબોલ ખેલાડી પાઉ ગેસોલનાં સંદર્ભમાં લખવામાં આવ્યું છે. આ કેપ્શનમાં બુલને પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડી સાથે સરખાવવામાં આવ્યું હતું.

ભૂતપૂર્વ અમેરિકન પ્રોફેશનલ બાસ્કેટબોલ ખેલાડી વોલી સ્ઝેરબીઆકના નામનો ઉપયોગ કરીને, એક ટ્વિટર યુઝરે કોમેન્ટ કરી હતી, ‘વોલી સ્ઝેરબીફેક?’ અન્ય એક વ્યક્તિએ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)નાં ભૂતપૂર્વ સ્ટાર શરીફ અબ્દુર-રહીમના નામ કોમેન્ટ કર્યું તો અન્ય એક ટ્વિટર યુઝરે સુદાનની-અમેરિકન પ્રોફેશનલ બાસ્કેટબોલ ખેલાડી મનુતે બોલ પરથી ‘મનુરે બોલ’ કોમેન્ટ કરી.

આ એકમાત્ર વીડિયો નથી કે, જેમાં પશુઓ રમત-ગમતમાં ભાગ લેતાં જોવા મળે છે. વર્ષ 2019માં ગોવાના મર્દોલ વિસ્તારમાંથી એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક ગાય છોકરાઓના જૂથ પાસેથી ફૂટબોલ છીનવી રહી હતી અને રમી રહી હતી. વર્ષ 2021માં ઓડિશાનાં નબરંગપુર જિલ્લામાં બે જંગલી રીંછને એક બોલ સાથે રમતાં દર્શાવતો એક વીડિયો વાઈરલ થયો હતો.