• Gujarati News
  • Lifestyle
  • A Strange Food Combination Of Maggi Bhajiya, Gulabjambu Burger Followed By Pakora, Will You Try It?

વુમનિયા કંઈપણ કરી શકે છે:મેગી ભજિયા, ગુલાબજાંબુ બર્ગર પછી પકોડાનું એક વિચિત્ર ફૂડ કોમ્બિનેશન, શું તમે ટ્રાય કરશો?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ સ્ટ્રીટ ફૂડ સાથે એટલા બધા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે કે, લોકો મૂંઝવણમાં પડ્યા છે કે શું ખાવું? અને શું ન ખાવું? આ એક્સપેરિમેન્ટલ સ્ટ્રીટ ફૂડ કોઈકવાર લોકોની જીભે વળગી જાય છે તો કોઈકવાર આકરી ટિકાઓનો શિકાર બને છે. આજે પણ એક એક્સપેરિમેન્ટલ સ્ટ્રીટ ફૂડ અમે લઈને આવ્યા છીએ જેને યુઝર્સ પચાવી શક્યા નથી. ઓનલાઇન પોસ્ટ કરેલા એક વિડિયોમાં એક સ્ટ્રીટ વેન્ડરે પકોડા પર એવો એક્સપેરિમેન્ટ કર્યો કે, આ વિચિત્ર કોમ્બિનેશનના કારણે લોકો પણ મૂંઝવણમાં મૂકાયા છે.

RJ રોહને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે, જે દિલ્હીના 93.5 RED FM સાથે કામ કરે છે. તેના 24,600થી પણ વધુ ફોલોઅર્સ છે અને તે નિયમિત રીતે તેની 'શેફ કાંડી' સિરિઝમાં વિચિત્ર ફૂડ કોમ્બિનેશન દર્શાવતા વીડિયો પોસ્ટ કરતો રહે છે. કોમેન્ટ મી ‘નો વુમનીયા’ કેપ્શન સાથે તેણે આ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં એક મહિલા ડેરી મિલ્ક ચોકલેટના બે પેકેટ ખોલીને ચણાના લોટના બેટરમાં બોળી દે છે. તે પછી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેમને તેલમાં ડીપ ફ્રાય કરે છે. જેમ-જેમ વીડિયો આગળ વધે છે, તેમ-તેમ તે પકોડા પ્લેટમાં આવે છે, તેના પર મસાલા છાંટી અને લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે. અંતમાં, એક માણસ લીલી ચટણી સાથે આ ચોકલેટ પકોડાનો સ્વાદ લે છે અને વિચિત્ર કોમ્બિનેશનવાળા ફૂડનો આનંદ માણતો હોય તેવું લાગે છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા બાદથી આ પોસ્ટને 1.2 લાખ વ્યૂઝ, લગભગ 2,500 લાઇક્સ અને અનેક કોમેન્ટ્સ મળી છે. એક વ્યક્તિએ મજાકમાં કહ્યું, ‘આગલી વખતે આઇફોન પકોડા ટ્રાય કરજો.’ બીજાએ હસતાં-હસતાં અને ફાયર ઈમોજી સાથે પોસ્ટ કર્યું, ‘વુમનિયા કંઈપણ કરી શકે છે’ ત્રીજાએ લખ્યું, ‘નોનોનોનોનો વુમનિયા નો, નેવર’ ચોથા ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘કેડબરી ડેરી મિલ્ક ચોક્કસપણે આ પ્રોડક્ટનું ઉત્પાદન બંધ કરવા પર વિચાર કરશે.’