તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • A Strange Animal, Which Looks Like A Leopard, Was Found In The Forest Of India. The Image Went Viral On The Media

ઓરિસ્સા:ભારતના જંગલમાં જોવા મળ્યું વિચિત્ર પ્રાણી, જે ચીત્તા જેવું દેખાય છે, સો. મીડિયા પર તસવીર વાઈરલ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુશાંત નંદાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે આ એક લેપર્ડ કેટ છે. - Divya Bhaskar
સુશાંત નંદાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે આ એક લેપર્ડ કેટ છે.
  • IFS અધિકારી સુશાંત નંદાએ ટ્વીટ કરીને જાણકારી આપી

દુનિયામાં એવા ઘણા અજીબોગરીબ પ્રાણીઓ છે, જેના વિશે જાણ્યા પછી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય છે, પરંતુ કોઈના વિશે આપણને જાણકારી હોય છે તો કોઈના વિશે નહીં. ભારતના જંગલમાં પણ એક એવું પ્રાણી જોવા મળ્યું છે, જેના વિશે દરેક અજાણ છે. અત્યારે ટ્વિટર પર તેની તસવીર વાઈરલ થઈ રહી છે.

આખરે આ વિચિત્ર પ્રાણી કેવું છે?
IFS અધિકારી સુશાંત નંદાએ પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું કે, 'ઓરિસ્સાના જંગલમાં આ પ્રાણી જોવા મળ્યું છે તેની ઓળખ કરો?' તસીવર જોયા બાદ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આખરે આ પ્રાણી કેવું છે, જે ન તો ચીત્તો છે અને ન તો બિલાડી. પરંતુ બંનેથી મળતું આવતું દેખાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, તે ભારતના જંગલમાં જોવા મળ્યું છે.

IFS અધિકારી સુશાંત નંદાએ ટ્વીટ કરીને જાણકારી આપી
જંગલી પ્રાણી વિશે સુશાંત નંદાએ બાદમાં એક ટ્વીટ પણ કરી. તેમણે પોતાની ટ્વીટમાં જાણકારી આપી કે આ એક લેપર્ડ કેટ છે. ભારતમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ અનુસૂચિ (I) પ્રાણીઓ હેઠળ, કેટલાક લોકોએ આ તસવીર વિશે બરાબર અનુમાન લગાવ્યું હતું. આ તસવીર ઓરિસ્સાના મયુરભંજ જિલ્લામાં એક કેમેરામાં કેપ્ચર થઈ. તે હંમેશાં ત્યાં જોવા મળે છે અને આ ક્ષેત્રમાં તેની વસ્તી સ્થિર છે.