તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Statue Depicting The Helplessness Of Migrant Workers In The Durga Puja Pandal In Kolkata, With A Mother Holding A Child Like Kartikeya And Standing In Power With Two Daughters

આજથી નવરાત્રી:કોલકાતાના દુર્ગા પંડાલમાં પ્રવાસી શ્રમિક મહિલાની મજબૂરી દેખાડતી પ્રતિમા, માએ હાથમાં કાર્તિકેયરૂપી બાળક તેડ્યું છે અને બે દીકરીઓ સાથે શક્તિ રૂપે ઊભા છે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મા દુર્ગાના અનેક રૂપમાંથી એક છે પ્રવાસી માનું રૂપ. કોલકાતામાં બેહલા વિસ્તારમાં આવેલા બડિશા ક્લબે માને પ્રતિમાના રૂપે રજૂ કર્યા છે. દેવી દુર્ગાએ કાર્તિકેયરૂપી બાળકને તેડયો છે. આ ક્લબે પ્રવાસી માની તકલીફને મા દુર્ગાની પ્રતિમાના રૂપે દેખાડી છે. આ વર્ષે મહામારીને લીધે ઘણા પ્રવાસી શ્રમિકો પોતાના ગામ પરત આવી ગયા. તેમાં મોટી સંખ્યા તે મહિલાઓની પણ હતી જેઓ તેમના માસૂમ બાળકોને સાથે લઈને પગપાળા ચાલવા માટે મજબૂર થઇ.

આ મૂર્તિને બનાવનારા કલાકાર રીન્ટુ દાસે કહ્યું કે, આ પ્રતિમામાં એક મહિલાએ કપડાં વગરના બાળકને તેડ્યું છે. મૂર્તિના માધ્યમથી જોઈ શકાય છે કે, કેવી રીતે એક માતા પોતાના ભૂખ્યા બાળકોની સાથે આકરા તડકામાં ચાલી રહી છે. તે પોતાના બાળકો માટે પાણી અને ભોજન પણ શોધી રહી છે. આ પંડાલના ડેકોરેશન માટે કોઈની પણ પાસેથી રકમ લેવામાં આવી નથી.

પંડાલના સંસ્થાપક મેમ્બર દેબપ્રસાદ બોસે કહ્યું કે કે, કોઈ પણ પંડાલ શ્રમિકોની દુર્દશાને પૂરી રીતે દેખાડી ના શકે પરંતુ અમે પ્રવાસી શ્રમિકો પ્રત્યે અમારી સહાનુભૂતિ દેખાડવાના પ્રયત્નો કર્યા છે. મને યાદ છે કે, લોકડાઉન દરમિયાન ટીવી અને ન્યૂઝપેપરમાં આ જ સમાચાર આવતા હતા કે પ્રવાસી શ્રમિકો પગપાળા જ ઘરે પરત ફરી રહ્યા છે.

તેમાંથી કેટલાક રસ્તા પર મૃત્યુ પણ પામતા હતા. મારા કેટલાક મિત્રો કે જેઓ બંગાળથી દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ભાગમાં જતા રહ્યા તેમણે મને રસ્તા પર ચાલતા પ્રવાસી શ્રમિકો વિશે જણાવ્યું હતું. જો કે, તે સમયે દુર્ગા પૂજામાં અમુક મહિનાઓની વાર હતી, પરંતુ બાળકોની સાથે ઘરે જતી મહિલાઓની ભાવનાએ મારું દિલ જીતી લીધું હતું. મારા મનમાં તેમણે દેવીનો અવતાર લીધો અને તેને મેં નવરાત્રીમાં પ્રતિમાના માધ્યમથી દેખાડ્યો. આ વર્ષે બડિશા ક્લબની મુખ્ય થીમ પણ ‘રિલીફ’ એટલે કે રાહત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો