સ્નેક મસાજ:બોલો, સાપ પાસે મસાજ કરાવવો છે? એકસાથે 28 પ્રકારના સાપથી ‘ફૂંફાડા મારતો મસાજ’ આપતું અનોખું સ્પા

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાઈરોના સ્પાનો દાવો છે કે સ્નેક મસાજથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. તે ઉપરાંત શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.  - Divya Bhaskar
કાઈરોના સ્પાનો દાવો છે કે સ્નેક મસાજથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. તે ઉપરાંત શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. 
  • સ્નેક મસાજથી સાંધાના દુખાવામાં આરામ મળે છે
  • સ્નેક મસાજમાં પહેલા ગ્રાહકની પીઠ પર તેલથી માલિશ કરવામાં આવે છે

ઘણીવાર લોકો તેમના થાકને દૂર કરવા માટે ‘સ્પા’ સેન્ટર પર જાય છે. ત્યાં મસાજ કરીને લોકો તેમનો થાક દૂર કરે છે. પરંતુ જો તમારી મસાજ કોઈ મનુષ્ય નહીં પરંતુ સાપ કરે તો. હા આ વાત સાચી છે. મિસ્ર દેશની રાજધાની કાઈરોના એક સ્પામાં આવું થાય છે. અહીં હાથોથી નહીં પરંતુ સાપથી મસાજ કરવામાં આવે છે. તેને સ્નેક મસાજ કહેવામાં આવે છે.

પીઠ પર ડઝનેક સાપ મૂકવામાં આવે છે
સ્નેક મસાજમાં વ્યક્તિના શરીર પર ડઝનેક સાપ છોડી દેવામાં આવે છે અને પછી સાપ વ્યક્તિના શરીર પર સરકતાં સરકતાં મસાજ કરે છે. જો કે ઘણા લોકો સ્નેક મસાજ દરમિયાન ડરી પણ જાય છે.

સ્નેક મસાજમાં આ સાપનો ઉપયોગ થાય છે
સ્નેક મસાજમાં ઝેરી સાપનો ઉપયોગ કરવામાં નથી આવતો. મસાજ તે જ સાપ કરે છે જે ઝેરીલા નથી હોતા. એટલા માટે આ સાપથી કોઈ જોખમ નથી રહેતું. જો કે લોકો આ સાપથી શરૂઆતમાં ડરે છે પરંતુ ધીમે ધીમે તેઓ તેમનાથી ટેવાઈ જાય છે. હવે આ સાપ શરીર પર ચાલે છે તો શરીરને આરામ મળે છે.

સ્નેક મસાજ પહેલા સૂચના આપવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, જે લોકોનું હૃદય નબળું હોય છે તેમને સ્નેક મસાજ પહેલા સૂચના આપવામાં આવે છે કે તેઓ સાપથી મસાજ ન કરાવે. કાઈરો​​​​​​​ના સ્પાનો દાવો છે કે સ્નેક મસાજથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. તે ઉપરાંત શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.

28 પ્રકારના સાપ પીઠ પર છોડવામાં આવે છે
સ્નેક મસાજમાં સાપને લોકોની પીઠ અને ચહેરા પર છોડી દેવામાં આવે છે. તેનાથી શરીરમાં થતાં અનેક પ્રકારના દુખાવામાં રાહત મળે છે. સ્નેક મસાજમાં પહેલા ગ્રાહકની પીઠ પર તેલથી માલિશ કરવામાં આવે છે અને 30 મિનિટ સુધી માલિશ કર્યા બાદ અજગર અને 28 જુદા જુદા પ્રકારના બિનઝેરી સાપને પીઠ પર છોડવામાં આવે છે.

સ્નેક મસાજ કરાવનાર એક વ્યક્તિએ કહ્યું કે, મસાજ બાદ તેને ઘણો આરામ મળ્યો. સાપના કારણે તે પહેલા થોડો ડરી ગયો પરંતુ બાદમાં રાહત મળી. હવે તેને સાપથી ડર નથી લાગતો.