• Gujarati News
  • Lifestyle
  • A Shocking Claim By American Scientists That A Female Vulture Conceived Without Mating With A Male And Also Gave Birth To 2 Male Offspring

શોકિંગ:અમેરિકન વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, માદા ગીધે નર સાથે પ્રજનન કર્યા વગર જ ગર્ભ ધારણ કર્યો અને 2 નર બચ્ચાને જન્મ પણ આપ્યો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઇપણ માદા પક્ષી નર સાથે પ્રજનન કર્યા વગર ગર્ભ ધારણ કરે અને સુરક્ષિત રીતે બચ્ચાને જન્મ પણ આપે આવો ચોંકાવનારો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ બે એવી માદા ગીધની શોધ કરી છે, જેણે નર સાથે પ્રજનન કર્યા વિના બચ્ચાને જન્મ આપ્યો હતો. આ કેસ કેલિફોર્નિયાના ગીધની કન્ડર પ્રજાતિમાં નોંધાયો છે. અમેરિકન વૈજ્ઞાનિકો ગીધની કેલિફોર્નિયા કન્ડોર પ્રજાતિને બચાવવા માટે કામ કરી રહ્યા છે. વર્ષ 1982માં તેમની કુલ સંખ્યા 22 હતી. વૈજ્ઞાનિકોના સતત પ્રયાસો અને રક્ષણ કરવાને કારણે વર્ષ 2019માં તેમની સંખ્યા વધીને 500થી વધુ થઈ ગઈ છે.

આ દાવો અમેરિકાના સેન ડિએગો ઝૂ વાઇલ્ડલાઇફ એલિયન્સના વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં કર્યો છે.

સુરક્ષાના પ્રોગ્રામમાં અનેક ચોંકાવનારી બાબતો જાણવા મળી
અમેરિકન વૈજ્ઞાનિકો લગભગ 40 વર્ષથી કેલિફોર્નિયાની કન્ડોર પ્રજાતિને બચાવવા માટે કામ કરી રહ્યા છે. તેમને બચાવવા માટે વૈજ્ઞાનિકો એવા ગીધની ઓળખ કરી રહ્યા હતા જે તેમના બચ્ચાંને જન્મ આપી શકે. તે જાણવા માટે તેમનો આનુવંશિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં જાણવા મળ્યું કે, વર્ષ 2001 અને 2009માં બે નર ગીધનો જન્મ થયો હતો, જેમાં માતાના અંગો હતા. પરંતુ તેઓ પિતા સાથે સંબંધિત કોઈ આનુવંશિકતા ધરાવતા ન હતા. આ બચ્ચાને SB260 અને SB517 નામ આપવામાં આવ્યું છે.

જર્નલ ઓફ હેરિડિટીમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ, તેમનો જન્મ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન દ્વારા થયો છે. સરળ ભાષામાં સમજીએ તો માદા નર સાથે સમાગમ કરતી નથી. આ બંને નર ગીધ અનફર્ટિલાઇઝ્ડ ઈંડામાંથી જન્મ્યા હતા.

નોર્થ અમેરિકાનું સૌથી મોટું પક્ષી
રિસર્ચર ઓલિવિયાનું કહેવું છે કે, આ એસેક્સ્યુઅલ પ્રજનનનો પહેલો કેસ છે. કેલિફોર્નિયા કન્ડોર ઉત્તર અમેરિકામાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. તેઓ 60 વર્ષની ઉંમર સુધી જીવે છે. સંરક્ષણને કારણે તેમની સંખ્યા વધીને 500 થઈ ગઈ છે. તેમાંથી 300ને મેક્સિકો, ઉટા, એરિઝોના અને કેલિફોર્નિયાના જંગલોમાં છોડવામાં આવ્યાં હતાં.

ગીધનું જિનેટિક એનાલિસિસ થશે
રિસર્ચર ઓલિવિયાના જણાવ્યા અનુસાર, ગીધમાં આ અલગ પ્રકારનું પ્રજનન કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. જો કે, અત્યાર સુધી ગીધનું જિનેટિક એનાલિસિસ મોટા પાયે કરવામાં આવ્યું નથી. ઓલિવિયાનું માનવું છે કે, આવું ત્યારે થઈ શકે જ્યારે માદા ગીધોને નર સુધી પહોંચવાની કોઈ શક્યતા ન હોય.