• Gujarati News
  • Lifestyle
  • A School Asked The Mother Such Questions About The Child That The Answer Went Viral, People Are Praising The Mother

વાઇરલ પોસ્ટ:એક સ્કૂલે બાળક વિશે માતાને એવા સવાલ પૂછયા કે જવાબ થઈ ગયા વાઇરલ, લોકો માતાનાં કરી રહ્યા છે વખાણ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક બાળકને તેની માતા જેટલું સમજે છે એનાથી વધારે તેના પિતા પણ નથી સમજી શકતા. એક માતા જ જાણી શકે છે કે બાળકને શું તકલીફ થઇ રહી છે અને આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય? આ વચ્ચે હાલમાં એક ટ્વીટ ખૂબ જ વાઇરલ થઇ રહ્યું છે. લોકો પણ માતાના આ જવાબનાં વખાણ કરી રહ્યા છે.

એક અમેરિકન મહિલા આજકાલ ચર્ચાનો વિષય બની છે. એક માતા હોવાને કારણે તેમણે જણાવ્યું હતું કે તે તેના બાળકને બોઝ હેઠળ નહીં દબાવા દે. આ માટે સ્કૂલ પ્રશાસનને જડબાંતોડ જવાબ આપ્યો છે.

એમિલી ગોલ્ડ એક નવલકથાકાર અને ન્યૂયોર્ક મેગેઝિનમાં ફીચર રાઇટર છે. હાલમાં જ એમિલીએ ટ્વિટર પર તસવીર શેર કરીને જણાવ્યું હતું કે સ્કૂલવાળાઓને કેવી રીતે જડબાંતોબ જવાબ આપ્યો હતો. આ સાથે જ નાનાં બાળકો પર વધુ જે બોજ નાખવામાં આવે, એની સ્કૂલની માનસિકતા પરથી પણ પડદો ઉઠાવ્યો હતો. જે ઉંમરમાં બાળકો રમતગમતમાં વ્યસ્ત હોય અથવા તો ચિંતામાંથી મુક્ત હોવા જોઈએ તે ઉંમરમાં સ્કૂલ પ્રશાસન દ્વારા બાળકો પર આખા વર્ષનો ટાર્ગેટ અને એકેડમિક ગોલ સેટ કરવામાં આવે છે.

મહિલાએ આપ્યો જડબાંતોબ જવાબ
એમિલીને શાળા તરફથી એક પ્રશ્નાવલી આપવામાં આવી હતી, જેમાં તેના બાળક સાથે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એમિલીએ આ સવાલોના જવાબ ખૂબ જ સમજદારીથી આપ્યા છે. પ્રશ્નાવલીમાં આપેલા પ્રશ્નો અને એના જવાબો નીચે મુજબ છે-

સામાજિક રીતે આ વર્ષે હું મારા બાળકને આ વસ્તુ પર કામ કરવાની ઈચ્છા રાખું છું-
એમિલીનો જવાબ : હું ઈચ્છા રાખું છું કે મારું બાળક કોઈપણ રીતે 'મીન ગર્લ' ન બની જાય.

શિક્ષાની રીતે આ વર્ષે તમે તમારા બાળક પાસે શું કરાવવા માગો છો-
એમિલીનો જવાબ : આ વાતથી કોને ફરક પડે છે, હજુ તો તેની ઉંમર 4 વર્ષની છે.

જો મને ફક્ત 3 જ શબ્દ બાળક વિશે કહેવાના હોય તો એ શબ્દો શું હશે-
એમિલીનો જવાબ- ઉજ્જવલ, આત્મનિર્ભર અને કુલ.

શું તમે તમારા બાળક વિશે વધુ કંઈક કહેવાની ઈચ્છા રાખો છો?
એમિલીનો જવાબ- તમે મારા બાળકને બહુ જ પસંદ કરશો. તે ઘણું પ્રેમાળ છે અને તેને જોઈને મને તો ઘણી વાર લાગે છે કે જન્મના સમયે કોઈએ બદલી તો નથી દીધું ને. બાદમાં હું વિચારું છું કે મેં તો બાળકને ઘરે જન્મ આપ્યો હતો.