• Gujarati News
  • Lifestyle
  • A Plate Of French Fries Worth Rs 15,000, Ice Cream Worth Rs 19 Lakh And Pizza Sold For Rs 9 Lakh

દુનિયાની સૌથી મોંઘી વાનગીઓ:15 હજાર રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈસની પ્લેટ, 19 લાખ રૂપિયાનો આઈસ્ક્રીમ ને 9 લાખમાં વેચાતાં પિઝ્ઝા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફાસ્ટફૂડનાં રાજા કહેવાતાં 'ફ્રેન્ચ ફ્રાઈસ'નું નામ જીભ પર આવતાં જ દરેકનાં મોઢામાં પાણી આવવા લાગે છે. બટાકામાંથી બનતી આ સામાન્ય વાનગીને અમેરિકાની એક રેસ્ટોરન્ટે આખી દુનિયા માટે ખાસ બનાવી દીધી છે. ન્યૂયોર્ક સ્થિત રેસ્ટોરાંમાં 'Creme de la Creme Pomme Frites' નામની રેસ્ટોરાંમાં વેચાતી ફ્રેન્ચ ફ્રાઈસ વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ છે. અહીં ફ્રેન્ચ ફ્રાઈસની એક પ્લેટની કિંમત 200 ડોલર એટલે કે લગભગ 15 હજાર રૂપિયા છે. તેની કિંમતને કારણે આ ફ્રેન્ચ ફ્રાઈસે વર્ષ 2021માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. હાલમાં જ દુનિયાની આ સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોનાની પરતનો છંટકાવ કરવામાં આવતો હોવાથી મોંઘી બની આ ફ્રેન્ચ ફ્રાઈસ
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના રિપોર્ટ મુજબ ન્યૂયોર્કની સેરેનડિપ્ટી3 રેસ્ટોરાંમાં કામ કરતાં શેફ જો અને શેફ ફ્રેડરિકે દુનિયાની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે. તેને બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળાં બટાકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિન્ટેજ 2006ની શેમ્પેઇન, જે લી બ્લેક ફ્રેન્ચ શેમ્પેઈન વિનેગર, ટ્રફલ સોલ્ટ, ટ્રફલ ઓઈલ, વિશેષ પ્રકારનું ચીઝ, બટર તેમજ 23 કેરેટના એડિબલ ગોલ્ડની પરત ઉમેરવામાં આવે છે. આ સિવાય તેમાં ઓર્ગેનિક જર્સી ગાયોમાંથી મેળવવામાં આવતાં ગ્રાસ આધારિત ક્રીમનાો ઉપયોગ કરવામાં આવે છે. આવી ખાસ અને મોંઘી સામગ્રીનો ઉપયોગ કરીને આ ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર કરવામાં આવે છે. આ ફ્રેન્ચ ફ્રાઈસને ખાસ મોર્ન સોસ સાથે પીરસવામાં આવે છે.

હવે જ્યારે આ વાનગી આટલી મોંઘી છે, ત્યારે તેને સર્વ કરવાની રીત પણ એટલી જ વિશેષ હોવી જોઈએ. આ ફ્રેન્ચ ફ્રાઈસને સામાન્ય પ્લેટમાં નહીં પરંતુ બેકરેટ ક્રિસ્ટલ ક્રિસ્ટલ પ્લેટમાં પીરસવામાં આવે છે.

19 લાખ રૂપિયાનાં આઈસક્રીમે લોકોને ચોંકાવી દીધાં
ન્યૂયોર્કની આ ફેમસ રેસ્ટોરન્ટે અગાઉ પણ એવી ઘણી વાનગીઓ તૈયાર કરી છે, જેણે નવાં રેકોર્ડ બનાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. સેરેન્ડિપ્ટી3 રેસ્ટોરન્ટે ‘Frrrozen Haute Chocolate ice cream sundae’ નામની આઇસક્રીમ ડેઝર્ટ ડિઝાઇન કરી હતી. જેની કિંમત તેણે 25,000 ડોલર એટલે કે લગભગ 19.8 લાખ રૂપિયા રાખી હતી.

રેસ્ટોરાંનું કહેવું છે કે તેઓ 13 જુલાઇના રોજ નેશનલ ફ્રેન્ચ ફ્રાઇઝ ડેના દિવસે ફરી એકવાર સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસને તેમના મેનૂમાં સામેલ કરશે.
રેસ્ટોરાંનું કહેવું છે કે તેઓ 13 જુલાઇના રોજ નેશનલ ફ્રેન્ચ ફ્રાઇઝ ડેના દિવસે ફરી એકવાર સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસને તેમના મેનૂમાં સામેલ કરશે.

જાણો દુનિયાની આ સૌથી મોંઘી વાનગીઓ વિશે...
કેવિયાર અલ્માસ :
ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ અનુસાર આ વાનગી વિશ્વની સૌથી મોંઘી વાનગીમાંની એક છે. કેવિયર્સ એ વાસ્તવમાં માછલીનાં ઇંડા છે, જેને જોઈને ઘણાં લોકોનાં મોઢામાં પાણી આવી જાય છે. કેવિયર અલ્માસ વાનગીમાં દુર્લભ ઇરાની બેલુગા માછલીના ઇંડામાંથી બનાવવામાં આવેલ એક સ્ટર્જન સામેલ હોય છે. આ વાનગી માત્ર લંડનના પિકાડિલીમાં કેવિયર હાઉસ અને પ્રુનિયરમાં જ જોવા મળે છે. તેની કિંમત 36,000 ડોલર એટલે કે લગભગ 27 લાખ રૂપિયા છે. આ વાનગી 24 કેરેટનાં સોનાનાં ડબ્બામાં પીરસવામાં આવે છે.

લુઈસ પિઝ્ઝા :
વિશ્વનો સૌથી પ્રખ્યાત ઓર્ગેનિક પિઝા ત્રણ દિવસમાં બનાવવામાં આવે છે. અમેરિકામાં મળતા આ પિઝાનું ટોપિંગ ખૂબ જ ખાસ છે. તેના ટોપિંગમાં પ્રખ્યાત ઓર્ગેનિક બફલો મોઝરેલા ચીઝનો ઉપયોગ થાય છે. તેમાં વપરાતી જડીબુટ્ટીઓ પણ ખૂબ જ મોંઘી અને ખાસ હોય છે. આ પિઝ્ઝાની કિંમત 12 હજાર અમેરિકન ડોલર એટલે કે લગભગ 9 લાખ રૂપિયા છે.

લિંડથ હોવે પુડિંગ :
આ એક ખાસ પ્રકારનું ડેઝર્ટ છે. તેને બનાવવા માટે બેલ્જિયન ચોકલેટ, કેવિયર, ગોલ્ડ અને 2 કેરેટના હીરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી એક પ્રકારના ખાસ ઇંડા પર પીરસવામાં આવે છે. લિન્ડથ હોવેના એક પીસની કિંમત 34,000 ડોલર છે એટલે કે આ મીઠાઈનાં એક પીસની કિંમત લગભગ 26 લાખ રૂપિયા છે.

બેરેકો પોપકોર્ન :
શિકાગોમાં જોવા મળતું બેરેકોનું પોપકોર્ન વિશ્વનાં સૌથી મોંઘા પોપકોર્નમાંનું એક છે. આ પોપકોર્નના 6.65 ગેલન ટીનની કિંમત લગભગ 2.5 હજાર અમેરિકન ડોલર છે એટલે કે પોપકોર્નનું એક બોક્સ 1.8 લાખ રૂપિયામાં વેચાય છે. સોનાની પરતમાં લપેટાયેલું આ પોપકોર્ન કારમેલ ચોકલેટથી કવર કરવામાં આવે છે. આ પોપકોર્ન બનાવવા માટે ખાસ ‘લેજો સોલ્ટ’નો ઉપયોગ કરવામાં આવે છે.