અમેરિકાનાં ટેક્સાસ રાજ્યમાં ચાર સ્કાઈ ડાઇવર્સે 14 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી કૂદકો મારી હવામાં માર્ગેરિટા પિત્ઝાની લહેજત માણી. આ અદ્દભૂત પળ તેઓ જિંદગીમાં ક્યારેય ભૂલી નહિ શકે.
વીડિયો શૂટ કરવો અધરો હતો
43 વર્ષીય લોરી પેટલોકો અને અન્ય ચાર મિત્રોએ હવામાં પિત્ઝા ખાવાનો પ્લાન બનાવ્યો હતો. તેમના હાથમાં પિત્ઝાનું બોક્સ હતું અને અન્ય એક ફ્રેન્ડ આ રોમાંચક પળને કેમેરામાં રેકોર્ડ પણ કરી રહ્યો હતો. જો કે, આ વીડિયો જોવામાં જેટલો સરળ લાગતો હતો તે કરવું એટલું જ અઘરું હતું. પિત્ઝાની સ્લાઈસ સાથે શૂટ કરવાનો અનુભવ જોરદાર રહ્યો.
‘ભવિષ્યમાં બીજીવાર આ રીતે પિત્ઝા ખાવા ઇચ્છીએ છીએ’
હ્યુસ્ટનની રહેવાસી લોરીએ કહ્યું, આ મારી લાઈફનો સૌથી અદ્દ્ભૂત અને ક્યારેય ના ભૂલાય તેવો જમ્પ હતો. મારી મિત્ર મેલિસાને પિત્ઝા ખૂબ ભાવે છે. તેણે મને જમ્પ કરતી વખતે હવામાં પિત્ઝા ખાવાનો આઈડિયા આપ્યો હતો. તેનો આઈડિયા પણ એટલો ખરાબ નહોતો. અમે પ્રયત્નો કર્યા અને આ હકીકતમાં શક્ય કરી બતાવ્યું. ભવિષ્યમાં પણ અમે ફરીથી સ્કાઈ ડાઈવિંગ વખતે પિત્ઝા ખાવા માગીએ છીએ.
પ્રેક્ટિસનું ફળ મળ્યું
આ ચાર ફ્રેન્ડનો વીડિયો યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોરીએ કહ્યું, ‘જમીન પર પિત્ઝા ખાવા કરતાં હવામાં ખાવાની મજા જ કંઈક અલગ છે. હવામાં પિત્ઝા ખાવા માટે અમે પ્રેક્ટિસ કરી હતી. અનેક દિવસો સુધી પ્રેક્ટિસ કર્યા પછી અમે વિચાર્યું હતું તે શક્ય બન્યું.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.