તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Pizza The Action! Skydivers Tuck Into Slices Of Margherita As They Freefall Towards The Ground From 14,000 Feet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવિશ્વનીય અનુભવ:અમેરિકામાં 4 સ્કાઈ ડાઈવર્સે 14 હજાર ફૂટ ઊંચાઈએ પ્લેનમાંથી કૂદકો મારી ‘માર્ગેરિટા પિત્ઝા’ ખાધા

2 મહિનો પહેલા
એક મિત્રએ તેમનો વીડિયો શૂટ કર્યો, ચારેય મિત્રોની મહેનત રંગ લાવી
  • સ્કાઈ ડાઇવરની મિત્રએ હવામાં પિત્ઝા ખાવાનો આઈડિયા આપ્યો હતો
  • ત્રણ મિત્રોએ હાથમાં પિત્ઝા બોક્સ પકડ્યું અને એક મિત્રએ વીડિયો શૂટ કર્યો
  • ભવિષ્યમાં પણ તેઓ આ કામ ફરીથી કરશે

અમેરિકાનાં ટેક્સાસ રાજ્યમાં ચાર સ્કાઈ ડાઇવર્સે 14 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી કૂદકો મારી હવામાં માર્ગેરિટા પિત્ઝાની લહેજત માણી. આ અદ્દભૂત પળ તેઓ જિંદગીમાં ક્યારેય ભૂલી નહિ શકે.

વીડિયો શૂટ કરવો અધરો હતો
43 વર્ષીય લોરી પેટલોકો અને અન્ય ચાર મિત્રોએ હવામાં પિત્ઝા ખાવાનો પ્લાન બનાવ્યો હતો. તેમના હાથમાં પિત્ઝાનું બોક્સ હતું અને અન્ય એક ફ્રેન્ડ આ રોમાંચક પળને કેમેરામાં રેકોર્ડ પણ કરી રહ્યો હતો. જો કે, આ વીડિયો જોવામાં જેટલો સરળ લાગતો હતો તે કરવું એટલું જ અઘરું હતું. પિત્ઝાની સ્લાઈસ સાથે શૂટ કરવાનો અનુભવ જોરદાર રહ્યો.

એકબીજાને પિત્ઝા ખવડાવ્યા
એકબીજાને પિત્ઝા ખવડાવ્યા

‘ભવિષ્યમાં બીજીવાર આ રીતે પિત્ઝા ખાવા ઇચ્છીએ છીએ’
હ્યુસ્ટનની રહેવાસી લોરીએ કહ્યું, આ મારી લાઈફનો સૌથી અદ્દ્ભૂત અને ક્યારેય ના ભૂલાય તેવો જમ્પ હતો. મારી મિત્ર મેલિસાને પિત્ઝા ખૂબ ભાવે છે. તેણે મને જમ્પ કરતી વખતે હવામાં પિત્ઝા ખાવાનો આઈડિયા આપ્યો હતો. તેનો આઈડિયા પણ એટલો ખરાબ નહોતો. અમે પ્રયત્નો કર્યા અને આ હકીકતમાં શક્ય કરી બતાવ્યું. ભવિષ્યમાં પણ અમે ફરીથી સ્કાઈ ડાઈવિંગ વખતે પિત્ઝા ખાવા માગીએ છીએ.

પિત્ઝા ખાઈને છૂટા પડી ગયા
પિત્ઝા ખાઈને છૂટા પડી ગયા

પ્રેક્ટિસનું ફળ મળ્યું
આ ચાર ફ્રેન્ડનો વીડિયો યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોરીએ કહ્યું, ‘જમીન પર પિત્ઝા ખાવા કરતાં હવામાં ખાવાની મજા જ કંઈક અલગ છે. હવામાં પિત્ઝા ખાવા માટે અમે પ્રેક્ટિસ કરી હતી. અનેક દિવસો સુધી પ્રેક્ટિસ કર્યા પછી અમે વિચાર્યું હતું તે શક્ય બન્યું.’

ક્યારેય ના ભૂલાય તેવો અનુભવ થયો
ક્યારેય ના ભૂલાય તેવો અનુભવ થયો
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો