તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસને લીધે દુનિયામાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે, તેના ટુરિઝ્મ સેક્ટરમાં કામ કરનારા લોકોની સંખ્યા વધારે છે. ઘણા લોકો હજુ પણ બેરોજગાર છે, તો અન્ય લોકોએ નવા બિઝનેસની શરુઆત કરી છે. આ લોકોમાં મલેશિયન પાઈલટ અઝરિન મોહમ્મદ પણ સામેલ છે. તેમણે પાઈલટની નોકરી ગુમાવીને ફૂડ બિઝનેસ ચાલુ કર્યો. તે કેપ્ટનનો ડ્રેસ પહેરીને જ સ્ટોલ પર ઊભા રહે છે.
44 વર્ષીય અઝરિને કહ્યું કે, ‘મને મારી કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ પછી મારી પાસે કોઈ કામ નહોતું. આથી ફૂડ સ્ટોલ મારી આવકનું સાધન બન્યું.’ ચાર બાળકોના પિતા પોતાના સ્ટોલ પર સ્વાદિષ્ટ મલેશિયન ડીશ વેચે છે. જયારે તેમણે આ કામ શરુ કર્યું ત્યારે વિચાર્યું નહોતું કે આટલો બધો લોકોનો સપોર્ટ અને સફળતા મળશે.
એક ફોટોગ્રાફરે અઝરિનનો કેપ્ટનના ડ્રેસમાં ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે લોકોને ઘણો ગમ્યો. ફૂડ સ્ટોલનું નામ કેપ્ટન કોર્નર રાખ્યું છે. અઝરિન સ્ટોલ પર વ્હાઈટ યુનિફોર્મની સાથે બ્લેક હેટ પહેરીને ગ્રાહકોને જમવાનું સર્વ કરે છે તો તેમને ઘણી ખુશી થાય છે. અઝરિને જણાવ્યું કે, ‘મારો ડ્રેસ આકર્ષિત હોવાને લીધે આ સ્ટોર પર આવતા લોકોની સંખ્યા વધી ગઈ છે. આ ઉપરાંત સ્ટોલ પરની દરેક આઈટમ પણ ગ્રાહકોને ગમે છે. આ કામમાં તેમની પત્ની પણ તેને મદદ કરે છે.’
અઝરિને કહ્યું કે, ‘આ સ્ટોલ જે લોકોને નોકરી છૂટી ગઈ છે કે બેરોજગાર છે તે બધાને મુશ્કેલ સમયમાં લડવાની પ્રેરણા આપે છે. જિંદગીમાં આવનારી દરેક પરીક્ષાઓનો સામનો અને સ્વીકાર કરવો જરૂરી છે. હાર માનીને ના બેસો. મને એવું લાગી રહ્યું છે કે હું હજુ પણ હવાઈ યાત્રા કરી રહ્યો છું.’
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.