રેકોર્ડ:નર્સને સુપરહીરો તરીકે દર્શાવતાં પેન્ટિંગે રેકોર્ડ સર્જ્યો, બેન્ક્સીનું આ પેન્ટિંગ હરાજીમાં 145 કરોડમાં વેચાયું

10 મહિનો પહેલા
બેન્ક્સીએ કોરોનામાં ફ્રન્ટલાઈન વર્કર્સને ટ્રિબ્યુટ આપવા માટે આ પેન્ટિંગ રજૂ કર્યું હતું
  • આ પેન્ટિંગનું નામ ‘ગેમ ચેન્જર’ છે. તેણે ‘ઈલ્યુશિવ બ્રિટિશ સ્ટ્રીટ આર્ટિસ્ટ’માં રેકોર્ડ સ્થાપ્યો છે
  • બ્લેક એન્ડ વ્હાઈટ હેન્ડ પેન્ટિંગમાં બાળક સુપર હીરો ટોય નર્સ સાથે રમતું નજરે ચડે છે

બ્રિટનમાં યોજાયેલા એક પેન્ટિંગ ઓક્શને સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ઓક્શનમાં ‘ગેમ ચેન્જર’નામની પેન્ટિંગે ‘ઈલ્યુશિવ બ્રિટિશ સ્ટ્રીટ આર્ટિસ્ટ’માં રેકોર્ડ સ્થાપ્યો છે. કારણ કે સ્ટ્રીટ આર્ટિસ્ટ બેન્ક્સીની આ કારીગરી $20 મિલિયન (આશરે 145 કરોડ રૂપિયા)માં નીલામ થઈ છે. તેમાં એક નાનું બાળક સુપર હીરો ટોય નર્સ સાથે રમતું નજરે ચડે છે.

યુનિવર્સિટી હોસ્પિટલ સાઉથએમ્પટનમાં ગત મે મહિનામાં પેન્ટિંગ રજૂ થયું હતું
યુનિવર્સિટી હોસ્પિટલ સાઉથએમ્પટનમાં ગત મે મહિનામાં પેન્ટિંગ રજૂ થયું હતું

આ પેન્ટિંગને યુનિવર્સિટી હોસ્પિટલ સાઉથએમ્પટનમાં ગત મે મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે કોરોનામાં ફ્રન્ટલાઈન વર્કર્સને ટ્રિબ્યુટ આપવા માટે તે રજૂ થઈ હતી.

હેલ્થકેર વર્કર સુપરહીરો સામે બેટમેન અને સ્પાઈડરમેન ફિક્કા
મસમોટી કિંમતમાં નીલામ થયેલી આ પેન્ટિંગમાં બાળક ટોય સુપર હીરો તરીકે નર્સ હાથમાં રાખતું નજરે પડે છે. નર્સના હાથ ખૂલ્લા છે અને તેણે ટોપી પહેરી છે. બાજુમાં ટ્રેડિશનલ સુપરહીરો બેટમેન અને સ્પાઈડર મેન બિનમાં પડેલા જોવા મળે છે.

આ પહેલાં બેન્ક્સીની ‘ડિવોલ્વ્ડ પાર્લામેન્ટ’નામની પેન્ટિંગે 2019માં રેકોર્ડ કર્યો હતો. આ પેન્ટિંગ £9.9 મિલિયનમાં નીલામ થઈ હતી. તેમાં પાર્લામેન્ટ ચીમ્પાન્ઝીથી ચીક્કાર ભરેલી હતી.

બેન્ક્સી ઈંગ્લેન્ડનો સ્ટ્રીટ આર્ટિસ્ટ અને ફિલ્મ ડાયરેક્ટર છે. તેની એક્ચ્યુઅલ આઈડેન્ટિટી પર હજુ પણ સસ્પેન્સ છે. તેણે 1990થી ફ્રી હેન્ડ આર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કર્યું હતું.