તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Nurse At The Ottawa Hospital In Canada Sings 'You're Not Alone' On The Guitar For Corona Patients Undergoing Treatment In The ICU

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોરિયર્સ બન્યા સિંગર્સ:કેનેડાની ઓટાવા હોસ્પિટલમાં નર્સે ICUમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓ માટે ગિટાર પર ‘યુ આર નોટ અલોન’ સોંગ ગાયું

15 દિવસ પહેલા
નર્સનું નામ એમી લિન હોસન છે
  • ઓટાવા હોસ્પિટલ તેમના ઓફિશિયલ સો. મીડિયા અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે
  • યુઝર્સે વીડિયો જોઇને કહ્યું, સ્પીડી રિકવરી માટે આ સારો રસ્તો છે

દુનિયાભરમાં કોરોના મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓ અને મૃત્યુઆંક એ બંને વધી રહ્યા છે. આ કપરા સમયમાં ડૉક્ટર્સ, નર્સ અને અન્ય ફ્રંટ લાઈન વર્કર્સ તેમનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓને સાજા કરવા રાત-દિવસ મથી રહ્યા છે. PPE કીટ પહેરીને પણ તેઓ હસતા મોઢે ગરમી સહન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકો આજુબાજુનો માહોલ જોઈને ઘણા ડરી ગયા છે તેવામાં ડૉક્ટર્સ અને નર્સ ડાન્સ કરીને કે પછી ગીત ગાઈને તેમનો જુસ્સો વધારી રહ્યા છે.

હાલ સોશિયલ મીડિયા પર એક કેનેડાની એક નર્સનો વીડિયો જોરદાર વાઈરલ થઇ રહ્યો છે. આ નર્સ ICUમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ગિટાર પર યુ આર નોટ અલોન સોંગ સંભળાવીને તેમને હિંમત આપી રહી છે.

વીડિયો ઓટાવા હોસ્પિટલનો છે અને તેમણે ઓફિશિયલ અકાઉન્ટ પર શેર કર્યો છે. નર્સનું નામ એમી-લિન હોસન છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, આ એમી-લિન હોસન છે. તે ઓટાવા હોસ્પિટલમાં એન્ડોસ્કોપી નર્સ છે. હાલમાં જ તેણે ICUમાં દાખલ અમારા દર્દીઓને ‘યુ આર નોટ અલોન’ સોંગ સંભળાવ્યું. દર્દીઓઓને હિંમત આપવા બદલ એમી તારો આભાર.#StrongerTogether

એમીના વીડિયોને અત્યાર સુધી 75 હજારથી વધારે લોકોએ જોયો છે. યુઝર્સ આ વીડિયો જોઈને કમેન્ટ કરવાનું ચૂકતા નથી. એક યુઝરે લખ્યું , આવી નર્સની જરૂર બધી હોસ્પિટલને છે. દર્દીઓની હિંમત બદલવા માટે આભાર. અન્ય યુઝરે લખ્યું, ખૂબ સુંદર. બીજા યુઝરે લખ્યું, આ સાંભળીને ચોક્કસથી દર્દીઓને રિકવરી સ્પીડમાં આવી જશે. કેનેડાની આ નર્સની જેમ ભારતમાં પણ ઘણી હોસ્પિટલમાં સ્ટાફ દર્દીઓને સતત હિંમત આપવાનું કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો