અમેરિકામાં 68% લોકો ઊંઘની સમસ્યામાં જોવા મળે છે. હાલમાં જ એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, સૂતી વખતે મોં પર ટેપ બાંધીને સૂવાથી ગાઢ નિંદ્રા આવે છે, કારણ કે આ દરમિયાન લોકો નાક દ્વારા શ્વાસ લે છે. તેનાથી નસકોરામાં રાહત મળે છે. તે જ સમયે,સંક્ર્મણનું જોખમ પણ ઓછું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઊંઘતી વખતે મોંથી શ્વાસ લેવાની ટેવ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. મોં ખોલીને ઊંઘવાથી શ્વાસમાં, કેવિટી , કર્કશ અવાજ અને હોઠ ફાટી જવાનો ખતરો રહે છે. તેનાથી બચવા માટે કેટલાક લોકો મોં પર ટેપ લગાવીને ઊંઘવા લાગ્યા છે. આ દરમિયાન તેઓ નાકથી શ્વાસ લેતા હોય છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સાઉન્ડ નિષ્ણાત એન. કીઅર્નીનાં અભ્યાસમાં જાણવા મળ્યું કે મો પર ટેપ લગાવીને ઊંઘવાથી નસકોરાથી રાહત મળે છે. મોંની તુલનાએ નાકથી શ્વાસ લેવો વધારે સારું રહે છે. કારણ કે હવા સ્વચ્છ થઇને અંદર આવે છે અને ફેફસાનાં નીચલા હિસ્સાને પણ સક્રિય કરી દે છે. તેનાથી ઊંડા અને સંપૂર્ણ શ્વાસ લેવામાં મદદ મળે છે. શરીરને આરામ પણ મળે છે.
મોં પર ટેપ લગાવીને ઊંઘવાના ફાયદા જાણવા હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે 20માંથી 13 લોકોને પહેલાની સરખામણીમાં ઓછા નસકોરા બોલાયા હતા. 30 લોકો પર હાથ ધરાયેલા એક અન્ય રિસર્ચમાં સ્લીપ એપ્નિયા (ઊંઘતી વખતે શ્વાસ રોકાઇ જાય અને ઊંઘ તૂટી જાય છે તેની તકલીફ ધરાવતા લોકોમાં મોં પર ટેપ લગાવીને ઊંઘવાથી આવા લોકોએ ઓછા નસકોરા બોલાયા હતા.
ઊંઘ સંબંધિત નિષ્ણાંત ડો. માર્રી હોર્વટ કહે છે કે તેના કારણે રેતીના કણ, એલર્જી અને રોગજન્ય તત્વો અંદર જઇ શકતા નથી. શરીર સંક્રમણથી બચી જાય છે. જ્યારે નાકથી શ્વાસ લેવાની સ્થિતિમાં શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ નામનો ગેસ બને છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
નાકથી શ્વાસ લેવામાં સમસ્યા થતા મોં પર ટેપ ન લગાવશો
નિષ્ણાતો અનુસાર નાકથી શ્વાસ લેવામાં તકલીફ થાય તો મોં પર ટેપ લગાવીને ઊંઘવું ન જોઈએ. એવી ટેપનો ઉપયોગ કરવો જોઈએ જે સરળતાથી નીકળી જાય જેમ કે સર્જિકલ ટેપ. પહેલા દિવસે 10 મિનિટ ટેપ લગાવો અને સમય વધારતા જાઓ. ટેપની ટેવ પડી જતાં રાતે મોં પર ટેપ લગાવીને ઉઘો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.