રેરેસ્ટ ઓફ રેર:મુંબઈના ડૉક્ટરે ટીનેજરના મૂત્રાશયમાંથી નારિયેળ જેવડી 1 કિલોની પથરી કાઢી, દર્દી અનાથ હોવાથી સર્જરીનો એક રૂપિયો પણ ના લીધો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂબેન શેખને નાનપણથી મૂત્રાશયમાં તકલીફ હતી. - Divya Bhaskar
રૂબેન શેખને નાનપણથી મૂત્રાશયમાં તકલીફ હતી.
  • પથરીનું કદ 13.4 ઇંચ અને વજન 1 કિલોગ્રામ હતું
  • રૂબેન એક્સટ્રોફી-એપિસ્પાડિયાઝ કોમ્પ્લેક્સ(EEC) નામની બીમારીથી પીડિત હતો

મુંબઈના ડૉક્ટરે સર્જરી કરીને કોલકાતાના દર્દીના મૂત્રાશયમાંથી નારિયેળની સાઈઝની 1 કિલો વજનની પથરી કાઢી છે. 17 વર્ષનો દર્દી અનાથ હોવાથી તેની પાસેથી ડૉક્ટરે સર્જરીનો એક રૂપિયો પણ લીધો નથી.

આવો કેસ 1 લાખ જન્મમાં એકવાર જોવા મળે છે
રૂબેન શેખને નાનપણથી મૂત્રાશયમાં તકલીફ હતી. તે એક્સટ્રોફી-એપિસ્પાડિયાઝ કોમ્પ્લેક્સ(EEC) નામની બીમારીથી પીડિત હતો. આ કન્ડિશનમાં મૂત્રાશયમાં યુરિન સ્ટોર થતું નથી અને એ નેચરલી કામ કરતું નથી. આવો કેસ 1 લાખ જન્મમાં એકવાર જોવા મળે છે.

ડૉ. રાજીવ રેડકરે સર્જેરી કરીને રૂબેનને નવું જીવન આપ્યું. આ ડૉક્ટર 15 વર્ષથી રૂબેનની સારવાર કરી રહ્યા છે. ટ્રીટમેન્ટ પછી રૂબેન કોલકાતા જતો રહ્યો અને એ પછીથી તેનો કોન્ટેક્ટ ડૉક્ટર સાથે નથી. ડૉ. રાજીવ રેડકર SL રહેજા હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જન છે.

રૂબેનની નાનપણની તકલીફ દૂર થઈ.
રૂબેનની નાનપણની તકલીફ દૂર થઈ.

30 જૂને સર્જરી થઈ
ગયા મહિને રૂબેનને મૂત્રાશયમાં અસહ્ય દુખાવો થતો હતો અને યુરિનેશનમાં પણ તેને તકલીફ થતી હતી. તે લોકલ ગાર્ડિયન સાથે કોલકાતાથી મુંબઈ આવ્યો હતો. અહીં ડૉક્ટરે તેની ફ્રીમાં સારવાર કરીને તકલીફ દૂર કરી. 30 જૂને આ સર્જરી કરવામાં આવી હતી.

ડૉક્ટરને પથરી કાઢવામાં સફળતા મળી.
ડૉક્ટરને પથરી કાઢવામાં સફળતા મળી.

નારિયેળ જેવડી પથરી
પથરીનું કદ 13.4 ઇંચ અને વજન 1 કિલોગ્રામ હતું. ડૉ. રાજીવે કહ્યું, રૂબેનની સર્જરી અને રેરેસ્ટ ઓફ રેર હતી. હાલ તેની કિડની પણ યોગ્ય રીતે કામ કરે છે. આવા કેસમાં રેગ્યુલર ફોલો-અપ્સ અને ચેક અપ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...