વર્ષો પહેલા ધ્રુવ નામનો એક છોકરો રહેતો હતો. રાજા ઉત્તાનપાદ અને રાણી સુનીતિનો પુત્ર અને તે મનુનો પૌત્ર હતો. ધ્રુવના પિતાને સુરુચિ નામની એક રાણી અને ઉત્તમ નામનો પુત્ર હતો. સુરુચી અને ઉત્તમ રાજા ઉત્તાનપાદના પ્રિય હતા.પરંતુ ધ્રુવ સૌથી મોટો દીકરો હોવાથી તે પિતા ઉત્તાનપાદના સિંહાસનનો વારસદાર હતો. આ જ કારણે સુરુચિને હંમેશા ઈર્ષ્યા થતી હતી. એક દિવસ ઉત્તમને તેના પિતાના ખોળામાં જોઈ જતા ધ્રુવને પણ તેના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઇ હતી. ધ્રુવ તેના પિતાનાં ખોળામાં બેસવા જઈ રહ્યો ત્યારે તેને સાવકી માતા સુરુચિએ તેને ખોળામાંથી નીચે ખેંચી લઈને ગુસ્સો કરતા કહ્યું હતું કે, ઉત્તમ જ તેના પિતાનાં ખોળામાં બેસી શકે છે. આ બાદ સુરુચિએ ધ્રુવને ભગાડી દીધો અને રાજા ઉત્તનપાદ ચૂપચાપઆ ઘટનાને જોઈ રહ્યા હતા.
આ બાદ ધ્રુવ અત્યંત દુઃખી થઈને તેની માતા પાસે ગયો હતો. આ બાદ ધ્રુવની માતા સુનીતિએ કહ્યું હતું કે, તેને પિતાનાં ખોળામાં બેસવાની જગ્યાએ ભગવાનના ખોળામાં બેસવાની ઈચ્છા રાખવી જોઇએ, કારણ કે તેના પિતા નશ્વર છે, ભગવાન અમર છે. આ બાદ નાનકડા ધ્રુવે પૂછ્યું કે, ભગવાનને કેવી રીતે શોધી શકાય? આ સવાલનાં જવાબ પર સુનીતિએ જણાવ્યું કે, ભગવાન વિશ્વમાં દરેક જગ્યા પર ઉપસ્થિત છે અને ભગવાન પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવાથી ભગવાન તેની પાસે આવશે. પરંતુ ફક્તને ફક્ત ભગવાન વિશે વિચારવું જરૂરી છે. આ બાદ ધ્રુવે તેની માતાની સલાહને ગંભીરતાથી લીધી હતી.
ધ્રુવ એક સ્થાન પર બેસીને લગાતાર ભગવાન વિશે વિચારવા લાગ્યો હતો. ધ્રુવે તેની મન સંપૂર્ણ કેન્દ્રિત કર્યું કે તેની આસપાસના વિશ્વને પણ નજર અંદાજ કરી દીધું. આ સાથે જ ભૂખ અને ઈચ્છાઓને પણ નિયંત્રણમાં કર્યા હતા. બાળકની એકાગ્રતા જોઈને બધા ચોંકી જાય છે. અંતે ભગવાન વિષ્ણુ સ્વયં તેમની સમક્ષ પ્રગટ થાય છે અને ધ્રુવને પૂછ્યું કે તેને શું જોઈએ છે. ધ્રુવે પૂછ્યું, શું તેઓ ખરેખર ભગવાન છે. વિષ્ણુએ હા પાડી.ધ્રુવે કહ્યું, 'તો હું તમારા ખોળામાં બેસી શકું? હું નથી ઈચ્છતો કે, કોઈ મને તમારા ખોળામાંથી ઉતારે.' ભગવાન વિષ્ણુએ ધ્રુવની ઈચ્છા પુરી કરી હતી.તેથી માનવામાં આવે છે કે, આજે પણ બાળક ધ્રુવ ધ્રુવતારા એટલે પોલ સ્ટારના રૂપમાં ભગવાનના ખોળામાં બિરાજમાન છે. બીજી એક કથા પણ પ્રચલિત છે.
ધ્રુવીય તારો છેવટે આકાશમાં શા માટે સ્થિત છે? પૌરાણિક કથા અનુસાર, ધ્રુવતારો ભગવાન વિષ્ણુના ખોળામાં બેઠેલો નાનો ધ્રુવ છે. બીજા સ્તરે તે એક રૂપકાત્મક વાર્તા છે. જેમાં એક પિતા તેના બંને પુત્રોને સમાન મહત્વ કે પ્રેમ આપવા તૈયાર નથી. રાજાના આ પક્ષપાતના કારણે તેઓ પુત્રોને સમાન રીતે પ્રેમ કરતા નથી, જેથી તેમના રાજ્યમાં અસંતોષ થાય છે.
આ રીતે આ વાર્તામાં માનવ વ્યવહાર અને આચરણનું વર્ણન કરવામાં આવ્યું છે. રૂપકના ઉપયોગથી સમજાવે છે કે, માનવ ઇચ્છાઓથી ભૌતિક સંસારમાં કેવી રીતે પીડાનું નિર્માણ થાય છે. આ ઇચ્છાઓને દૂર કરવા માટે ભગવાનના ભક્ત બનવાનો એકમાત્ર રસ્તો છે. આ વાર્તા ભક્તિ પરંપરામાંથી આવે છે, જે 1500 વર્ષ જૂની છે. ભારતમાં સૌપ્રથમ ઉભરી અને જેની 500 વર્ષ પહેલા વિસ્તાર થયો છે.
ઘણીવાર બાળકોને આ વાર્તા તરીકે કહેવામાં આવે છે. ઉત્તરની સામે જોઈને આપણે ધ્રુવની દ્રઢ ભક્તિ વિશે જાણી શકીએ છીએ, જે ફક્ત ભગવાનને જ પૃથ્વી પર નથી લાવ્યા પરંતુ ધ્રુવને સ્વર્ગ સુધી લઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.