• Gujarati News
  • Lifestyle
  • A McDonald's Employee Mistakenly Dropped A Packet Of Prescription Drugs Into A Child's 'Happy Meal Box',Faces Charges

અમેરિકા:મેકડોનલ્ડ્સના કર્મચારીની ભૂલથી બાળકનાં 'હેપ્પી મીલ બોક્સ'માં પ્રિસ્ક્રિપ્શન દવાના પેકેટ સરી પડ્યા, પોલીસે કોર્ટમાં હાજર થવા કહ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીની ભૂલથી 'સુબોક્સોન' દવાના પેકેટ બાળકનાં 'હેપ્પી મીલ બોક્સ'માં સરી પડ્યા
  • બાળકની માતાએ પાર્સલમાં આ દવા જોતાં જ પોલીસ બોલાવી
  • તપાસમાં માલુમ પડ્યું કે કર્મચારીએ ગેરકાયદે આ દવાની ખરીદી કરી હતી
  • આ દવા નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકોને તેની આદત છોડાવવા માટે અપાય છે

અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેકડોનલ્ડ્સના એક આઉટલેટમાં બાળકના 'હેપ્પી મીલ બોક્સ'માં પ્રિસ્ક્રિપ્શન દવા મળી આવતા ચકચાર મચી. 11 મહિનાનાં બાળકનાં મીલમાં 'સુબોક્સોન' નામની દવા મળી આવતા તેની માતા ભડકી ઉઠી અને પોલીસને જાણ કરી.

આ ઘટના ઓબર્ન શહેરની છે. 11 વર્ષનાં બાળકની માતા 'હેપ્પી મીલ બોક્સ' પિક અપ કરવા આવી હતી. સેન્ટર સ્ટ્રીટના આઉટલેટમાં બાળકનાં મીલમાં માતાએ જોયું તો તેમાં સુબોક્સોનના પેક્ટેસ હતા. તેને જોઈને જ માતા એ પોલીસ બોલાવી. આ પેકેટ જોઈને માતા એટલા માટે ભડકી ગઈ કારણ કે આ દવા સેન્સિટિવ છે. આ દવાની ખરીદી માટે ગ્રાહક પાસે પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકોને તેની આદત છોડાવવા માટે આ દવા અપાય છે.

પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને સમગ્ર મામલાની તપાસ કરતાં માલુમ પડ્યું કે એક કર્મચારીની ભૂલને કારણે આ દવા બાળકનાં મીલ બોક્સમાં સરી પડી હતી. CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે એક કર્મચારી જ્યારે આઉટલેટમાં કોઈ કામ માટે નીચે નમ્યો તો તેના શર્ટના ખિસ્સામાંથી આ દવા સરી પડી અને બાળકનાં મીલ બોક્સમાં આવી ગઈ.

નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકોને તેની આદત છોડાવવા માટે આ દવા અપાય છે
નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકોને તેની આદત છોડાવવા માટે આ દવા અપાય છે

જોકે કર્મચારીને આ ભૂલ સખત ભારે પડી છે. તપાસમાં માલુમ પડ્યું કે જે કર્મચારીના ખિસ્સામાંથી આ દવા પડી હતી તેણે બીજા કર્મચારી પાસેથી ગેરકાયદે ખરીદી કરી હતી. આ બંને કર્મચારીઓ વિરુદ્ધ ડ્રગ કેસ દાખલ થયો છે. નવેમ્બર મહિનામાં બંનેને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.