કોરોનાવાઈરસથી લોકો સંક્રમિત તો થાય છે પણ સૌથી મોટી સમસ્યા માસ્ક છે. માસ્કના કારણે શરૂઆતમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કાનમાં દુખાવો, નાક પર નિશાન પડી જવા જેવી સમસ્યા થઈ. ખાવા-પીવા માટે માસ્ક ઉતારવો પડતો હતો. પરંતુ હવે મેક્સિકોના સંશોધકોએ એવો માસ્ક બનાવ્યો છે જેનાથી ખાવા-પીવામાં કોઈ સમસ્યા નહીં થાય. તે ઉપરાંત કોરોનાથી તમને બચાવશે પણ. આ માસ્કનું નામ નાકવાળું માસ્ક (Nose Only Mask) અથવા ખાવાવાળું માસ્ક (Eating Mask) રાખવામાં આવ્યું છે. આ માસ્ક તમારા સંપૂર્ણ ચહેરાને નહીં પણ માત્ર તમારા નાકને જ કવર કરશે.
મેક્સિકોના સંશોધકોએ અનુકૂળતાવાળુ માસ્ક બનાવ્યું
મેક્સિકોના સંશોધકોએ અનુકૂળતાવાળુ માસ્ક બનાવ્યું છે. તેનાથી તમારું નાક સંપૂર્ણ રીતે કવર કરે છે. જો કે, તમને થોડું શંકાસ્પદ લાગશે કે શું તેનાથી તમે કોરોનાવાઈરસ સંક્રમણથી સુરક્ષિત રહી શકશો. કેમ કે તમારું મોઢું ખુલ્લું રહેશે. તેનાખી ફાયદો એટલો છે કે ખાવાપીવાના સમયે તમારે માસ્ક ઉતારવાની જરૂર નહીં પડે. વધારે સુરક્ષા માટે તમે તેની ઉપર એક સામાન્ય માસ્ક લગાવી શકો છો.
ન્યૂઝ એજન્સી રોયટર્સે વીડિયો શેર કર્યો
ન્યૂઝ એજન્સી રોયટર્સની તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક મહિલા અને પુરુષો આ માસ્ક લગાવીને ખાઈ પી રહ્યા છે. તે બંને પહેલા સામાન્ય માસ્ક ઉતારે છે. જેની નીચે માત્ર નોઝ ઓનલી માસ્ક લગાવેલું હોય છે. ત્યારબાદ આ લોકો આ માસ્કને ઉતાર્યા વગર ખાવા-પીવાનું શરૂ કરે છે. તેમને ટેબલ પર પ્લાસ્ટિકનાં કેટલાક એન્વેલપ જોવા મળે છે, જેમાં નોઝ ઓનલી માસ્ક દેખાઈ રહ્યું છે.
કોરોનાવાઈરસ એક રેસ્પિરેટરી બીમારી છે. એટલે કે શ્વાસ સંબંધિત બીમારી છે. તેનો વાઈરસ હવામાં તરતા ટીપાં દ્વારા તમારા નાકમાંથી ફેફસાં સુધી પહોંચે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ ખુલ્લી હવામાં ઉધરસ ખાય છે, અથવા છીંક ખાય છે અથવા ખુલ્લામાં શ્વાસ લે છે તો તે ઘણા લોકોને સંક્રમિત કરી શકે છે. તેથી તમામ લોકો માટે માસ્ક પહેરવો જરૂરી છે. પરંતુ માસ્કના કારણે ઘણા લોકોને ઘણી સમસ્યા પણ થાય છે.
આ માસ્કને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને જોકરના લાંલ કલરનું માસ્ક કહી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ કોઈ નવું ઈનોવેશન નથી. તેને જોકર વર્ષોથી તેને પહેરે છે. તેમજ કોઈએ કહ્યું કે, તે થોડું વિચિત્ર દેખાઈ રહ્યું છે પરંતુ વર્ષ પહેલા સામાન્ય માસ્ક પણ બધાના ચહેરા પણ વિચિત્ર લાગતું હતું. તેની પણ આદત પડી જશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગાઈડલાઈન જાહેર કરી છે કે કોરોનાવાઈરસથી બચવા માટે નાક, મોં કવર થાય તે રીતે માસ્ક પહેરવો. તેમજ અમેરિકાની હેલ્થ એજન્સી CDCએ કહ્યું કે, મલ્ટિ લેયરવાળા માસ્ક તમને કોરોનાવાઈરસથી બચાવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.