પિતા બનતા જ પુરૂષોમાં જોવા મળે છે પરિવર્તન:પુરુષ પરિવાર વિશે વધારે વિચારે છે અને બાળકોની વિશેષ દેખભાળ રાખે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાળકને જન્મ આપ્યા બાદ માતામાં તો શારીરિક અને માનસિક ફેરફાર તો જોવા મળે છે. પરંતુ પિતામાં પણ અમુક જવાબદારી વધી જાય છે. સામાન્ય રીતે પિતામાં કોઈ દૃશ્યમાન પરિવર્તન જોવા મળતા નથી. પરંતુ હાલમાં જ કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે પુરૂષો પ્રથમ વખત પિતા બને છે તેમનામાં મોટા માનસિક ફેરફારો જોવા મળે છે. તેમનું મન સંકોચાય જાય છે. તેઓ પોતાના અને તેમના પરિવાર વિશે વધુ વિચારવાનું શરૂ કરે છે. તેમનું મન ભટકતું રહે છે.

પરંતુ પિતામાં જોવા મળતા આ પરિવર્તન માતાની સરખામણીએ ઓછું જોવા મળે છે. સેરિબ્રલ કોર્ટેકસમાં પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચમાં ગ્રેગોરિયા મારાન હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મેગડાલેના માર્ટિનેઝ ગાર્સિયા જણાવે છેકે, પિતા બન્યાનાં એક વર્ષ પહેલાં અને પિતા બન્યા પછી પુરુષોનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે બાળક થયા પછી તેમનું મગજ ધીમે ધીમે સંકોચવા લાગે છે. જેનાથી મગજના અમુક ભાગ પર દબાણ આવે છે.

મગજમાં ફેરફાર આવવાથી બાળક પ્રત્યે લગાવ વધે છે
સંશોધન મુજબ, સૌથી વધુ દબાણ મગજના પાછળના ભાગ કોર્ટેક્સ પર પડે છે. અહીં રેટિના દ્વારા માહિતી પહોંચે છે અને સુચના સમાજમાં પરિવર્તિત થાય છે. પુરૂષોમાં આ પરિવર્તન બાળક પ્રત્યે લગાવ વધારે છે. જેમાં માનસિક પરિવર્તનની પેટર્ન માતાની જેમ જ છે, પરંતુ તેની ગતિ તુલનાત્મક રીતે ઘણી ઓછી છે.

તો સંશોધકે બીજી શોધ કરી હતી, જે વર્ષમાં 2017માં નેચર ન્યુરોસાયન્સમાં છાપવામાં આવ્યો હતો.જેમાં પહેલી વખત પિતા બનવા કરતાં બીજી વખત પિતા બનેલા પુરુષોમાં પરિવર્તનનો દર વધુ જોવા મળ્યો હતો. ગાર્સિયા જણાવે છે કે, આ ફેરફાર ખુબ જ સારો છે. જેમાં દંપતીને વધુ સારા માતાપિતા બનાવે છે. પુરુષોની જવાબદારીઓમાં પણ વધારો થાય છે. આ જ કારણ છે કે તેઓને બાળકોની સંભાળ રાખવી બોજ લાગતી નથી. કપલ સાથે મળીને તેમના બાળકની સંભાળ રાખે છે.

બાળકનાં જન્મ બાદ માતા-પિતાનાં સંબંધમાં અસર પડે છે
બાળકનાં જન્મ બાદ માતા-પિતાનાં પરસ્પર સંબંધો ઉપર પણ અસર પડે છે. બાળક થયા પછી લગભગ એક વર્ષ સુધી તેઓ પરસ્પર અંતર અનુભવે છે

અને બાળક તેમની કડી બની જાય છે. પરંતુ બાળકોના ઉછેરમાં પિતાના મનમાં આવેલો આ બદલાવ તેમના વ્યક્તિત્વમાં મોટો ફેરફાર લાવે છે. આ સંશોધનમાં 20 અમેરિકન અને 20 સ્પેનિશ પુરુષોની પસંદગી કરવામાં આવી હતી જેઓ આગામી સમયમાં પિતા બનવાના હતા.

ગર્ભાવસ્થા દરમિયાન માતામાં પરિવર્તન જોવા મળે છે
સંશોધકોએ બાળકને જન્મ આપ્યા પછી માતા-બાળકના લગાવ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. માતાના મનમાં પણ સંકોચ છે. આ તેના બાળક પ્રત્યેના કેટલો લગાવ છે તો નકકી છે. મગજ જેટલું સંકોચાય છે, તેટલું બાળક પ્રત્યેનું આકર્ષણ વધારે છે. માતામાં આ પ્રક્રિયા બાળકના જન્મ પહેલા જ શરૂ થઈ જાય છે.