દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ પ્રાણીઓ સાથે ખરાબ વ્યવહાર કરીને માનવતાને નેવે મૂકે છે. મહારાષ્ટ્રનું એક કપલ આવા લોકો માટે પ્રેરણાસમાન છે. કપલે તેમના પાલતું પ્રેગ્નન્ટ ડોગી માટે ખોળો ભર્યો. ડોગીનું નામ લકી છે. તેના પરિવારની સરનેમ કુલકર્ણી છે આથી તેને લકી રાહુલ કુલકર્ણી કહેવામાં આવે છે. યુટ્યુબર શૈલા ટીકે આ કપલ વિશે જણાવ્યું છે. કપલની દીકરી લકી ટૂંક સમયમાં માતા બનવાની છે.
પરિવારે આ ફંક્શનમાં મહેમાનો અને મિત્રોને પણ આમંત્રણ આપ્યું હતું. આ દિવસની તૈયારીમાં ખૂબ મહેનત કરી. તેમણે લકી માટે ફૂલોથી હીંચકો સજાવ્યો. લકીને મહારાષ્ટ્રનો ટ્રેડીશનલ ડ્રેસ પહેરાવ્યો. એ પછી હીંચકા પર બેસાડીને વિધિ કરી. પરિવારે લકીની આરતી પણ ઉતારી.
મહેમાનોએ પણ લકીની પૂજા કરી અને તેને મનગમતું ભોજન કરાવ્યું. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાઈરલ થતા યુઝર્સ આ કપલના વખાણ કરી રહ્યા છે. ડોગીને આટલું સન્માન આપતું આ કપલ સાચેમા અન્ય લોકો માટે પ્રેરણાસમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.