દુનિયાનું સૌથી વિચિત્ર પ્રાણી:ગરોળી જેવું દેખાતું પ્રાણી મગજ ઉત્પન્ન કરી શકે છે, જાણો કેવી રીતે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વાત કરીએ એક્સોલોટલની. તે એક એવું સજીવ છે કે, જે પોતાના હૃદય, મગજ, કરોડરજ્જુ અને હાથ-પગને ફરીથી ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેની પ્રજાતિ સેલામેંડર છે. સંશોધકોનું કહેવું છે કે, આ એક્સોલોટલ જીવનભર ન્યુરોન્સ વિકસાવતું રહે છે. ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ આ કેવી રીતે થાય છે? તેના પર સંશોધન કર્યું છે.

પહેલીવાર શોધ વર્ષ 1964માં થઈ હતી
એક્સોલોટલ તેના શરીરના અંગોને પુનર્જીવિત કરે છે, તેની પહેલી શોધ વર્ષ 1964માં કરવામાં આવી હતી. એ વખતે સંશોધકોને જાણવા મળ્યું હતું કે, પુખ્ત વયના લોકોનાં મગજનો અડધોઅડધ ભાગ કાઢી નાખવામાં આવે તો પણ તે ફરીથી મગજનો વિકાસ કરી શકે છે.

અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે, એક્સોલોટલનું મગજ ધીમે-ધીમે વિકસિત થાય છે
અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે, એક્સોલોટલનું મગજ ધીમે-ધીમે વિકસિત થાય છે

સજીવના મગજનો નકશો તૈયાર કર્યો
એક્સોલોટલની પુનર્જીવનની પ્રક્રિયાને સમજવા માટે વૈજ્ઞાનિકોએ તેના મગજનો નકશો તૈયાર કર્યો. તેમાં એક પ્રજાતિ તરીકે સજીવના મગજની ઉત્ક્રાંતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સંશોધનકારોએ શોધી કાઢયું કે, એક્સોલેટરલ મગજના તમામ ભાગોના કોષોને ફરીથી વિકસિત કરે છે. તે પોતાના જીન્સની મદદથી આવું કરે છે. આ સમજવા માટે, વૈજ્ઞાનિકોએ શરીરના સિંગલ સેલ RNAસિક્વન્સિંગ (scRNA-seq)ની પ્રક્રિયા તરફ ધ્યાન આપ્યું, જેથી કોષોના વિકાસમાં મદદ કરતા જનીનોની ગણતરી કરી શકાય.

આવી રીતે વિકસિત થાય છે નવુ મગજ
આ અભ્યાસ દર્શાવે છે કે, એક્સોલોટલનું મગજ ધીમે-ધીમે વિકસે છે. વિજ્ઞાનીઓએ શરીરના મગજનો સૌથી મોટો ભાગ ટેલિન્સિફલોન બહાર કાઢ્યું હતું. તેની અંદર નિયોકોર્ટેક્ષ છે, જે કોઈપણ સજીવની વર્તણૂક અને તેની જ્ઞાનાત્મક શક્તિને મજબૂત બનાવે છે. આવું કર્યાના 12 અઠવાડિયા પછી એક્સોલોટલે મગજ માટે નવા કોષો વિકસાવવાનું શરૂ કર્યું.

પહેલા તબક્કામાં એક્સોલોટલમાં પ્રોજેનિટર કોશિકાઓ ઝડપથી વૃદ્ધિ પામી હતી. તે ઘાને મટાડવાનું કામ કરે છે. બીજા તબક્કામાં પ્રોજેનિટર કોષો ન્યુરોબ્લાસ્ટમાં અલગ પડે છે. ત્રીજા તબક્કામાં ન્યુરોબ્લાસ્ટ્સ અલગ ચેતાકોષોમાં રૂપાંતરિત થવાનું શરૂ કરે છે. આ તે ચેતાકોષો છે કે, જે ટેલિન્સિફલોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. નવા ન્યુરોન્સ પછી મગજના જૂના ભાગો સાથે જોડાણ કરે છે અને નવા મગજનો વિકાસ કરે છે.