તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • A Little Girl Gave A Red Necklace To A Woman In A Dream At Night. Next Day She Find It In Her Shelve

સપનું સાકાર થયું:મહિલાને રાતે સપનામાં એક નાનકડી દીકરીએ લાલ કલરનો નેકલેસ આપ્યો, સવારે ઉઠીને તિજોરી ખોલતાં તે જ નેકલેસ જોઈ મહિલાની આંખો ચાર થઈ ગઈ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિના સૉવ નામની મહિલાનું સપનું સાકાર થતાં તે ટોક ઓફ ધ ટાઉન બની
  • જિનાને રાતે સપનાંમાં નાનકડી છોકરી લાલ કલરનો નેકલેસ ગિફ્ટમાં આપે છે
  • બીજે દિવસે આ જ નેકલેસ તેની તિજોરીમાં મળે છે

એક મહિલાએ સોશિયલ મીડિયા પર તેનું સપનું સાચુ પડ્યું હોવાની વાત શેર કરતાં આ મહિલા ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. જિના સૉવ નામની મહિલાને સપનામાં એક નાનકડી છોકરી દેખાઈ. તેણે મહિલાને લાલ કલરનો નેકલેસ ગિફ્ટમાં આપ્યો. બીજે દિવસે મહિલાએ તિજોરીમાં જોયું તો સપનાંમાં મળેલી ગિફ્ટ તેના ઘરમાં રિયલમાં મળી આવી.

જિનાએ સોશિયલ મીડિયા પર શેર કરતાં કહ્યું કે ગયા ઓગસ્ટ મહિનામાં તેના ફિયાન્સે સાથે તેણે નવું ઘર ખરીદ્યું હતું, પરંતુ જેવું તેમને ખબર પડી કે આ ઘરમાં કોઈનું મૃત્યું થયેલું છે તેઓ શિફ્ટ થયા નહિ. થોડા દિવસ પહેલાં જ જિના અને તેનો ફિયાન્સે તેમનાં નવાં ઘરમાં શિફ્ટ થયાં. તેની પહેલી રાતે જ જિના સાથે એવું બન્યું કે તે ક્યારેય ભૂલી નહિ શકે.

નવાં ઘરમાં શિફ્ટ થયાની પ્રથમ રાતે જ જિનાને એક સપનું આવ્યું. તેમાં ઘરની બહાર રમતી એક છોકરી ઘરમાં આવે છે અને જિનાને પૂછે છે: શું હું તમને કંઈક બતાવી શકું છું? સપનામાં જિના હા પાડે છે. ત્યારબાદ તે છોકરીએ જિનાને લાલ કલરનો નેકલેસ બતાવી કહ્યું કે આ મારા પપ્પાએ ગિફ્ટમાં આપ્યો હતો.

જિનાને સપનાંમાં ગિફ્ટ તરીકે મળેલો નેકલેસ તેની તિજોરીમાં મળી આવ્યો
જિનાને સપનાંમાં ગિફ્ટ તરીકે મળેલો નેકલેસ તેની તિજોરીમાં મળી આવ્યો

જિના આગલી સવારે જાગી અને તેને સપનું યાદ આવ્યું. તેણે તિજોરીમાં જોયું તો સપનાંમાં છોકરીએ જે નેકલેસ આપ્યો હોય તે ત્યાં હાજર હોય છે. આ જોઈને જિનાને શૉક લાગે છે. જિના કહે છે કે નવાં ઘરમાં તેમનો પ્રથમ દિવસ હતો તેમનાં મોબાઈલ ચાર્જર, ફોન અને પથારી સિવાય કોઈ જ વસ્તુ ઘરમાં નહોતી. તિજોરી પણ સાવ ખાલી હતી. તિજોરીમાં સપનાંનો નેકલેસ જોતાં મહિલાએ ચોંકી ગઈ અને તેણે પોતાનો એક્સપિરિઅન્સ સોશિયલ મીડિયા પર શેર કર્યો.

અન્ય સમાચારો પણ છે...