તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Kolkata Couple Started The Free Street Library, Provided Bookshelf And Books To Take Home From The Fridge

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:કોલકાતાનાં કપલે જૂનાં ફ્રિજમાંથી બુકશેલ્ફ બનાવ્યું, સ્થાનિકો સ્ટ્રીટ લાઈબ્રેરીની કોઈ પણ બુક્સ ફ્રીમાં વાંચી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને એક ભાડેની દુકાનમાં નોકરી કરે છે
  • આ દુકાનનાં માલિકે જ ફ્રી લાઈબ્રેરી બનાવવાની પરમિશન આપી
  • એક મહિના માટે બુક્સ ઘરે લઇ જવા પણ આપે છે

કોલકાતાવાસીઓનો પુસ્તક પ્રત્યે પ્રેમ જોઈને એક બંગાળી કપલે મસ્ત કામ કર્યું છે. કાલિદાસ હલ્દર અને તેની પત્ની કુમકુમ હલ્દરે પટોલી વિસ્તારમાં એક ફ્રી સ્ટ્રીટ લાઈબ્રેરીની શરુઆત કરી છે. આ બંને એક ભાડેની દુકાનમાં નોકરી કરે છે. તેમણે ઘરમાં પડેલું નકામું ફ્રિજ મોડિફાય કરીને બુકશેલ્ફમાં બદલ્યું.

આ કપલે દુકાનનાં માલિક તારાપોઢ કહર પાસે અમુક જગ્યામાં બુક્સ રાખવાની પરમિશન માગી ત્યારે તેઓ રાજી થઇ ગયા. એ પછી કાલિદાસ અને કુમકુમે સ્ટોરની બહાર એક મોટું શેલ્ફ બનાવ્યું અને ત્યાં ફ્રિજમાંથી બનાવેલા બુકશેલ્ફમાં પુસ્તકો ગોઠવી. અહીં દરેક ઉંમરના લોકો ફ્રીમાં બુક્સ વાંચે છે. બુક શેલ્ફ પર એક મેસેજ પણ લખ્યો છે, રીડર્સ ઈચ્છે તો અમને પૂછ્યા વગર બુક્સ ઘરે લઈ જઈ શકે છે. આ માટે કોઈએ રૂપિયા આપવાના નથી. તેઓ એક મહિનામાં બુક પરત કરી શકે છે. લાઈબ્રેરીમાં બુક્સ વધારવા માટે તમે પણ યોગદાન આપી શકો છો.

કપલ ઈચ્છે છે કે, આ રીતે ફ્રી લાઈબ્રેરીના માધ્યમથી લોકોમાં રીડિંગ હેબિટ્સ ડેવલપ થાય અને બુક લવિંગ કમ્યુનિટી બને. લાઈબ્રેરી સાથે મૂકેલા બોર્ડ પર લખ્યું છે, એક મહિનામાં એક બુક વાંચીને તમે ડૉક્ટરથી પણ દૂર રહી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો