તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • A Husband Gave A Bike To His Wife, This Method To Fulfill His Wife's Dream And To Break The Stereotypes.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સો. મીડિયા વાઈરલ:પતિએ પત્નીનું સપનું પૂરું કરવા રોયલ એન્ફિલ્ડ ગિફ્ટમાં આપી, સમાજની રૂઢીચુસ્ત માન્યતાઓ તોડી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પર ઘણીવાર પતિ-પત્ની એકબીજાને ગિફ્ટ આપ્યા હોવાના કિસ્સા આવતા રહે છે. હાલમાં ઈન્ટરનેટ પર એક પત્નીનો બાઈક સાથેનો ફોટો વાઈરલ થઇ રહ્યો છે. દેશી વ્લોગર રોહિતે તેની પત્નીને ગિફ્ટમાં રોયલ એન્ફિલ્ડ મેટર 350 આપી. પતિની ગિફ્ટ જોઇને પત્ની ખુશીથી રડી પડી હતી. આ માત્ર એક ગિફ્ટ નહિ પણ સમાજની રૂઢીચુસ્ત માન્યતાઓ તોડવા માટેનું બેસ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. રોહિતે પત્નીને ગિફ્ટ આપ્યાની પળ કેમેરામાં કેદ કરી હતી.

રોહિત નવી બાઈક લઈને તેની પત્ની પાસે આવ્યો ત્યારે તેને લાગ્યું કે તે પોતાના માટે લાવ્યો છે, પરંતુ રોહિતે કહ્યું કે, આ તારા માટે છે, ત્યારે તે ખુશીથી રડી પડી હતી. તેનું પત્નીનું સપનું હતું કે તે એક દિવસ બાઈક ખરીદે. આ સપનું તેના પતિ રોહને પૂરું કર્યું. રોહિતે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો ત્યારે લોકોએ તેના ખૂબ વખાણ કર્યા. એક યુઝરે લખ્યું, પતિ-પત્નીની આ જોડીને કોઈની નજર ના લગે. બંને આ રીતે જ જીવનભર ખુશ રહો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો